ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવી પડી શકે છે મોંઘી, જાણો કેટલો થાય છે એક્સ્ટ્રા ચાર્જ
જ્યારે પણ કોઈ મર્ચન્ટ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ સ્વીકારે છે તો તેને વધારાનો ખર્ચ ભોગવવો પડે છે જેનો ભાર તે ગ્રાહકો પર નાંખે છે. ઘરેલુ સામાન તમે ઓનલાઈન પણ ખરીદી શકો છે અને તેનું પેમેન્ટ પણ તમે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી કરી શકો છો. પરંતુ અહીં પણ શરતો હોય છે. એક નક્કી રકમ કરતાં ઓછો સામાન ખરીદવા પર તમારે ડિલિવરી ચાર્જ ચૂકવવો પડે છે. આ ડિજિટલ પેમેન્ટના નુકસાન છે. તમે ઓછા ખર્ચમાં રોકડમાં ઓટોવાળાને ચૂકવણી કરીને ગમે ત્યાં આવી જઈ શકો છો. પરંતુ જો તમે ડિજિટલ પેમેન્ટ કરીને જ્યાં જવા માગો છો ત્યાં તમારે ટેક્સીની મદદ લેવી પડે છે અને તે મોંઘી પડે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતમે મેટ્રો શહેરમાં રહો છો તો ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ઉપરાંત મર્ચન્ટને ડિજિટલ વોલેટ જેમ કે પેટીએમ અથવા મોબિક્વિકથી ચૂકવણી કરી શકો છો. અહીં ડિજિટલ પેમેન્ટ વધારે પ્રચલિત છે. ગામડામાં કેશલેસ ટ્રાન્ઝેક્શન પડકારજનક છે. એક અહેવાલ અનુસાર પ્રતિ વ્યક્તિ પ્રમાણે ભારતમાં પોઈન્ટ ઓફ સેલ ટર્મિનલ (PoS) અથવા કાર્ડ સ્વાઈપિંગ મશીન વિશ્વમાં સૌથી ઓછા છે. નાની નાની ચૂકવણી માટે ડિજિટલ વોલેટ અથવા કાર્ડનો ઉપયોગ દરેક જગ્યાએ શક્ય નથી.
જેએમ ફાઇનાન્શિયલના એક અહેવાલ અનુસાર દેશમાં ઉપભોક્તા વ્યવહારના કુલ વોલ્યૂમમાંથી લગભગ 95 ટકા રોકડમાં થાય છે. કુલ લેવડ દેવડનું મૂલ્યના 65 ટકા રોકડમાં વ્યવહાર થાય છે. ભારતમાં કેશ અને જીડીપીનો રેશિયો 12 ટકાથી વધારે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના માર્ચ 2016ના આંકડા અનુસાર, ભારતની કુલ કરન્સીમાં 86.4 ટકા હિસ્સો 500 અને 1000 રૂપિયાની જૂની નોટનો હતો. ડીમોનેટાઈઝેશન બાદ નોટોની અછતને કારણે રોજીંદા ખર્ચને પણ અસર થઈ છે. એટીએમ અને બેંકોમાં લાગતી લાંબી લાઈનો એ જ સાબિત કરે છે કે લોકોને રોકડની કેટલી જરૂર છે.
નવી દિલ્હીઃ સરકાર ડીમોનેટાઈઝેશન બાદ કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન તો કરી રહી છે પરંતુ આ રોકડ લેવડ દેવડની તુલનામાં મોંઘું પડી શકેછે. ડીમોનેટાઈજેશન બાદ કેશલેસ પેમેન્ટ કરવાથી ઘરેલુ બજેટમાં વધારો જ થયો છે. કારણ કે કેશલેસ ટ્રાન્ઝેક્શન પર હંમેશા કોઈને કોઈને ચાર્જ લાગતો હોય છે.
જો તમે ઓનલાઈન ટિકિટ બુક કરાવો છો તો તમારે 20-40 રૂપિયા સર્વિસ ચાર્જ ઉપરાંત ટેક્સ પણ આપવો પડે છે. પેટ્રોલ પંપ પર ફ્યૂઅલ ભરાવતા સમયે જો તમે સરચાર્જ વેવરવાળું કાર્ડ સિવાય કોઈ અન્ય કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે સરચાર્જ ચૂકવવો પડે છે. સામાન્ય રીતે ડેબિટ કાર્ડ પર આ ચાર્જ 1 ટકા સુધી હોય છે જ્યારે ક્રેડિટ કાર્ડ પર આ 2.5 ટકા સુધી હોઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -