ગૃહિણીઓનું બજેટ ખોરવાશે, પેટ્રોલ બાદ સબસિડીવાળા LPGમાં થયો વધારો, જાણો કેટલી થઈ કિંમત
ઉપરાંત બુધવારે કેન્દ્ર સરકારે પેટ્રોલના ભાવમાં વધારો અને ડિઝલના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી હતી. પેટ્રોલિયમ કંપનીઓની જાહેરાત પ્રમાણે પેટ્રોલના ભાવમાં લીટર દીઠ 13 પૈસાનો વધારો કરાયો છે. જ્યારે ડિઝલમાં વિરોધાભાસી સ્થિતિ જોવા મળે છે. લીટર દીઠ ડિઝલના ભાવમાં 12 પૈસાના ઘટાડો કરાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એક વખત ફરી સબસિડીવાળા અને સબસિડી વગરના એલપીજી ગેસની કિંમતમાં વધારો કર્યો છે. ગુરુવારે કંપનીઓએ સબસિડીવાળા સિલિન્ડરની કિંમત 2.07 રૂપિયા અને સબસિડી વગરના સિલિન્ડરની કિંમતમાં 54.50 રૂપિયાનો વધારો કરવાની જાહેરાત કરી. દિલ્હીમાં હવે સબસિડીવાળા સિલિન્ડરની કિંમત 430.64 રૂપિયાથી વધીને 432.71 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે સબસિડીવગરના સિલિન્ડરની કિંમત 529.50 રૂપિયાથી વધીને 584 રૂપિયા થઈ ગઈ છે.
સરકારે સબસિડી વગરના સિલિન્ડરની કિંમતમાં સતત ચોથી વખત વધારો કર્યો છે. ચાર વખતમાં કુલ 118 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વિતેલા 01 નવેમ્બરના રોજ કિંમત 37.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારવામાં આવી હતી.
સબસિડીવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડર (14.2 કિલોગ્રામ)ની કિંમતમાં 01 જુલાઈથી અત્યાર સુધી સાત વખત વધારો કરવામાં આવ્યો છે. સરકાર સબસિડીની કિંમતમાં ઘટાડો કરતા દર મહિને લગભગ 2 રૂપિયા કિંમત વધારી છે. ઉપરાંત 28 ઓક્ટોબરના રોજ ડીલર કમીશન તરીકે કિંમતમાં દોઢ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -