વીડિયોકોન લોન કેસઃ ચંદા કોચરે તોડ્યા નિયમો, કરોડો રૂપિયા વસૂલ કરશે ICICI બેંક, જાણો વિગત
નવી દિલ્હીઃ વીડિયોકોન ગ્રુપને લોન આપવાના કેસમાં ICICI બેંકના પૂર્વ સીએમડી ચંદા કોચરની મુશ્કેલી ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. તેમને બોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યા છે. ICICIએ કહ્યું કે, પૂર્વ સીઈઓ ચંદા કોચરે નિયમોનો ભંગ કર્યો છે. આ માટે તેમને બોનસ સહિત બીજા લાભ નહીં આપવામાં આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએટલું જ નહીં એપ્રિલ 2009થી માર્ચ 2018 સુધી જે બોનસ આપવામાં આવ્યું તે પણ વસૂલ કરવામાં આવશે. તેમણે બેંકની આંતરિર પોલીસી મુજબ નિયમોનો ભંગ કર્યો હતો. આ વાત તેમણે એન્યુઅલ ડિસ્કલોસરમાં જણાવી નહોતી.
બેંકના કહેવા મુજબ, આ મામલાની તપાસ કરી રહેલી સ્વતંત્ર તપાસ કમિટીએ કોચરને દોષિ જાહેર કર્યા છે. કમિટીએ તેનો રિપોર્ટ બેંકને સુપરત કરી દીધો છે. ચંદા કોચરના રાજીનામાનો દિવસ જ તેમનો અંતિમ દિવસ ગણવામાં આવશે અને તે દિવસથી તેમને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવેલા માનવામાં આવશે. જે બાદ તેમને વર્તમાન અને ભવિષ્યમાં મળનારા તમામ લાભ બંધ કરી દેવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -