Budget 2019: 1 ફેબ્રુઆરીએ સરકાર વચગાળાનું નહીં પણ સામાન્ય બજેટ રજૂ કરશેઃ સૂત્ર
અહેવાલ અનુસાર, સરકાર બજેટમાં યૂનિવર્સલ બેસિક ઇનકમની જાહેરાત કરી શકે છે. ઉપરાંત ઇનકમ ટેક્સમાં છૂટની મર્યાદા પણ વધારવામાં આવી શકે છે. જો સરકાર સામાન્ય બજેટ રજૂ કરે છે તો બજેટમાં ઘણી જાહેરાત થઈ શકે છે. એપ્રિલમાં લોકસભા ચૂંટણીમાં થવાની છે. એવામાં સરકારનું બજેટ લોકભોગ્ય હોઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઋ 1 ફેબ્રુઆરીના રોજ સરકાર સામાન્ય બજેટ રજૂ કરશે. મીડિયા અહેવાલ અનુસાર શુક્રવારે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. સામાન્ય રીતે ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવતું હોય છે. જોકે આ વખતે આ પરંપરા તૂટશે. પરંપરા અનુસાર ચૂંટણી બાદ આવનારી સરકાર સામાન્ય બજેટ રજૂ કરતી હોય છે. એવી આશા છે કે, સરકાર બજેટમાં અનેક નવી જાહેરાત કરી શકે છે.
આ પહેલા કોંગ્રેસે કહ્યું હતું કે, સરકારને સામાન્ય બજેટ રજૂ કરવાનો અધિકાર નથી. જો 2019માં મોદી સરકાર સત્તામાં આવે છે તો બજેટમાં કરવામાં આવેલ જોગવાઈ લાગુ કરવામાં આવશે. બજેટ નાણાંકીય બિલ છે આ કારણે રાજ્યસભામાં બહુમત ન હોય તો પણ કોઈ મુશ્કેલી નથી પડતી. રાજ્યભાએ તેને પાસ કરવું જ પડે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -