સલમાન ખાનને Coca Colaએ પડતો મૂક્યો, બ્રાંડ એમ્બેસેડર તરીકે ડ્રોપ કર્યો
કોકા કોલા ઇન્ડિયાએ સલમાન ખાનને થમ્સ અપ બ્રાંડ માટે બીજીવાર બ્રાંડ એમ્બેસેડર તરીકે ડ્રોપ કર્યો છે. ઓક્ટોબર 2012માં બોલીવુડ સ્ટાર અક્ષય કુમારને રીપ્લેસ કરીને સલમાન બીજીવાર બ્રાંડ એમ્બેસેડર બન્યો હતો. તે પહેવા તે વર્ષ 2000ની શરૂઆતમાં આ બ્રાંડને એન્ડોર્સ કરી ચૂક્યો છે. તે સમયે કોકા કોલાને સલમાન ખાનના ફાઉન્ડેશન `બીઇંગ હ્યુમન' સાથે એક એગ્રીમેન્ટ સાઇન કર્યો હતો. કોકા કોલાએ આ એગ્રીમેન્ટ સંયુક્ત રૂપે ચેરિટેબલ અને સોલશ એક્ટિવિટીઝને પ્રમોટ અને એક્ઝીક્યુટ કરવા માટે કર્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસલમાન ખાન બ્રાંડ માટે 5 કરોડ રૂપિયાનો વાર્ષિક ચાર્જ લે છે. થોડા સમય પહેલા પાકિસ્તાની કલાકારોની તરફેણમાં બોલવા બદલ તે વિવાદમાં આવ્યો છે. ઉરી હુમલા પછી એ ચર્ચા જાગી છે કે પાકિસ્તાની કલાકારોને ભારતીય ફિલ્મોમાં કામ કરવાની તક નહિ આપવી જોઇએ. આના પર સલમાને પાકિસ્તાની કલાકારોના સપોર્ટમાં જણાવ્યું હતું કે તેઓ આતંકવાદી નથી.
ઇન્ડસ્ટ્રીના એક સૂત્રના જણાવ્યા અનુસાર સલમાન ખાનના 50 વર્ષ થઈ ચૂક્યા છે. કંપની માને છે કે કોન્ટ્રાક્ટ રીન્યુ કરવાની બાબત કોકા કોલાની ઇમેજ સાથે જોડાયેલી છે. કોકા કોલા હવે બ્રાન્ડ માટે યંગ ઈમેજને શોધી રહી છે. આ કારણે કંપની યંગ સ્ટાર રણવીર સિંહને થમ્સ અપ બ્રાંડનો નવો ચહેરો બનાવવાની તૈયારી કરી રહી છે.
નવી દિલ્હીઃ સોફ્ટ ડ્રિંક બનાવતી કંપની કોકો કોલા ઇન્ડિયાએ બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનને `થમ્સ અપ'ના બ્રાંડ એમ્બેસેડર તરીકે પડતો મૂક્યો છે. બેવરેજિસ કંપની કોકા કોલા યંગ બોલીવુડ સ્ટાર રણવીરસિંહને થમ્સ અપના નવા બ્રાંડ એમ્બેસેડર બનાવી શકે છે. છેલ્લા ચાર વર્ષથી સલમાન થમ્સ-અપને એન્ડોર્સ કરતો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -