છેતરપિંડી રોકવા માટે SBIએ 6 લાખ ડેબિટ કાર્ડ કર્યા બ્લોક, જાણો શા માટે બેંકે આ નિર્ણય કર્યો
નવી દિલ્હીઃ ભારતીય સ્ટેટ બેંકના એટીએમ કાર્ડનું કલોનીંગ કરીને લાખો ગ્રાહકો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી થઇ હોવાનો મામલો સામે આવ્યો છે. સાઇબર ક્રાઇમનો શિકાર બનેલા એસબીઆઇના એક ગ્રાહક દ્વારા બેંકમાં ફરિયાદ થયા બાદ આ કૌભાંડની માહિતી બહાર આવી હતી. ત્યાર બાદ દેશની સૌથી મોટી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) અને તેની સહયોગી બેંકોએ અંદાજે 6 લાખ 25 હજાર ડેબિટ કાર્ડ બ્લોક કરી દીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌથી ખાસ વાત એ છે કે, આ બધા ગ્રાહકોએ દેશના વિવિધ ભાગોમાં યશ બેંકના એટીએમનો ઉપયોગ કર્યો હતો. આ એટીએમ કાર્ડનું પહેલા કલોન બનાવાયુ અને બાદમાં કલોન કરવામાં આવેલા આ કાર્ડનો ઉપયોગ ઓનલાઇન ખરીદી, ચુકવણુ અને એટીએમથી નાણા ઉપાડવા માટે કરવામાં આવ્યુ હતુ. એસબીઆઇએ વિવિધ રાજયોમાં લાખો ગ્રાહકોના એટીએમ કાર્ડ બ્લોક કરી દીધા છે. આ છેતરપીંડી લાંબા સમયથી ચાલુ હતી.
આ પછી આ બધા ગ્રાહકોના કાર્ડ બ્લોક કરી દેવાયા હતા. હજુ સુધી એ જાણી શકાયુ નથી કે એટીએમ કાર્ડનુ કલોન કોણે અને કયાં બનાવ્યુ હતુ? કેટલી રકમનો ચુનો લાગ્યો છે એ પણ જાણી શકાયુ નથી. સુત્રોના જણાવ્યા પ્રમાણે કલોનીંગ માટેનુ સોફટવેર ચીનમાં તૈયાર થયુ છે એટલુ જ નહી કલોનીંગ કર્યા બાદ આ લાખો કાર્ડનો ઉપયોગ જે સ્વાઇપ મશીનમાં થયો તેનો સોફટવેર પણ ચીનમાં બનેલુ હતુ.
કાર્ડ હોલ્ડર્સને વગર નોટિસે જ કાર્ડસને બ્લોક કરવામાં આવ્યા છે. બાદમાં બેન્કે ગ્રાહકોને આ અંગે ઈ-મેલ અને એસએમએસ મોકલીને બ્લોક અંગે એલર્ટ કર્યા હતા. બેન્કે કસ્ટમર્સને કહ્યું કે, તે પોતાની સંબધિત બ્રાન્ચમાં જઈને નવા કાર્ડસ માટે બીજી વખત એપ્લાય કરે. એસબીઆઈ એ જુલાઈના અંત સુધીમાં 20.27 કરોડ ડેબિટ કાર્ડને ઈસ્યુ કર્યા છે. તેમાં 0.25 ટકા અથવા લગભગ 5.07 લાખ કાર્ડસને બ્લોક કરવામાં આવ્યા છે. તેમાં એસબીઆઈની સબસિડયરી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, સ્ટેટ બેન્ક હૈદરાબાદ, સ્ટેટ બેન્ક ઓફ બિકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર અને સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા સામેલ છે. આ બેન્કો એ લગભગ 25 કરોડ ડેબિટ કાર્ડ ઈસ્યુ કર્યા છે.
મુળ ઝારખંડના રહીશ અને દિલ્હીની તીસ હઝારી કોર્ટમાં કાર્યરત ફરિયાદી મદન મોહનનું એકાઉન્ટ એસબીઆઇની દિલ્હીમાં તીસ હઝારી બ્રાન્ચમાં છે. ૧૪ ઓકટોબરે રાંચીમાં એટીએમથી પૈસા ન નીકળતા તેમનુ કાર્ડ બ્લોક કરી દેવામાં આવ્યુ, તેમણે બેન્કને ફરિયાદ કરી. આ પહેલા તેમણે દિલ્હીના મુંડકા સ્થિત યશ બેંકના એટીએમનો ઉપયોગ કર્યો હતો. તે પછી તપાસ શરૂ થઇ અને લગભગ છ લાખ ગ્રાહકોના એટીએમ કાર્ડનું કલોન બનાવીને નાણા ઉપાડ, ઇ-કોમર્સ સાઇટ અને સ્વાઇપ મશીનો થકી ખરીદીમાં તેનો ઉપયોગ થયો હતો.
એસબીઆઈએ કહ્યુ કે લગભગ 0.25 ટકા કાર્ડસ બ્લોક કરવામાં આવ્યા છે. બેન્કે વધુમાં કહ્યું કે, અમને એમ જાણવા મળ્યું હતું કે, અમારા કેટલાક ગ્રાહકો વાયરસ પ્રભાવિત એટીએમનો યુઝ કરી રહ્યાં હતાં. આ વાઈટ લેબલ એટીએમ છે જેને હિટાચી પેમેન્ટ સર્વિસ ઓપરેટ કરી રહી છે. કેટલાક ગ્રાહકોએ આ કાર્ડસ બ્લોક થવા મામલે ફરિયાદ કરી હતી. બેન્કે આ કાર્ડના દૂરઉપયોગને રોકવા માટે કાર્ડસને બ્લોક કર્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -