કંપની આધાર માટે દબાણ કરશે તો લાગશે 1 કરોડ સુધીનો દંડ, થશે 10 વર્ષની સજા
નવા કાયદા અનુસાર, આધાર ઓથેન્ટિકેશન કરનારી કોઈ સંસ્થા જો ડેટા લીક માટે જવાબદાર ઠરે છે તો તેને 50 લાખ સુધીનો દંડ અને 10 વર્ષ સુધીની સજા થઈ શકે છે. જોકે આ સંશોધનને હાલ સંસદની મંજૂરી મળવાની બાકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રીંગ એકટ અને ભારતીય ટેલિગ્રાફ એકટમાં સંશોધન કરીને આ નિયમને સામેલ કર્યો છે. સોમવારે કેન્દ્રીય કેબિનેટે આ સંશોધનને મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટના તાજેતરના આદેશને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે.
આધાર કાર્ડ માટે દબાણ કરનાર કંપનીઓ કે બેન્કના કર્મચારીઓને 3થી 10 વર્ષ સુધીની સજા પણ થઈ શકે છે. હવે કોઈ પણ વ્યક્તિ બેન્કમાં નવું ખાતુ ખોલાવવા કે નવું સીમ કાર્ડ લેવા માટે આધારકાર્ડ સિવાય પાસપોર્ટ, રેશનકાર્ડ કે અન્ય કોઈ માન્ય દસ્તાવેજનો ઉપયોગ કરી શકે છે. એટલે કે કોઈ પણ સંસ્થા તમને આધાર કાર્ડના યુઝ માટે દબાણ નહી કરી શકે.
નવી દિલ્હીઃ આધાર કાર્ડ ફરજિયા કરવાને લઈને કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. હવે બેંક ખાતું ખોલાવવા કે સિમ કાર્ડ લેવા માટે તમારે આધાર કાર્ડ આપવાની જરૂરત નહીં રહે. એ તમારી ઈચ્છા પર હશે કે તમારે આધાર કાર્ડ આપવું છે કે નહીં. જો તેમ છતાં કંપની તમારી પાસે આધાર કાર્ડ માટે દબાણ કરે તો તેના પર 1 કરોડ રૂપિયા સુધીનો દંડ લાગી શકે છે. સાથે જ 3થી 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -