મોંઘવારીનો વધુ એક માર, રાંધણ ગેસના સિલિન્ડર પર કેટલો થયો ભાવ વધારો?
ઊંચી વૈશ્વિક કિંમતોના કારણે વગર સબ્સિડીવાળા સિલિંડરની કિંતમાં 55 રૂપિયા પ0 પૈસા પ્રતિ સિલિન્ડરનો વધારો કરવામાં આવ્યો છે. આ પહેલા 31 મે ના રોજ સબ્સિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમતોમાં 2 રૂપિયા 33 પૈસાનો વધારો થયો હતો. જ્યારે વગર સબ્સિડીવાળા એલપીજી સિલિન્ડરમાં સીધો 48 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિબ્સિડીવાળા ગેસ સિલિન્ડરની દિલ્હીમાં કિંમત વધીને 493 રૂપિયા 55 રૂપિયા થઈ ગઈ છે. ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી કીંમતોમાં ફેરફાર કરતી હોય છે અને સરેરાશ બેન્ચમાર્ક કિંમતો અને છેલ્લા મહિનાના ફોરેન એક્સચેન્જ રેટના આધાર પર નક્કી થાય છે. આઈઓસીએ કહ્યું વગર સબ્સિડીવાળા એલપીજી પર જીએસટીના ટેક્સમાં ફેરફાર થવાના કારણે પણ એલપીજીની કિંમતોમાં વધારો જોવા મળ્યો છે.
નવી દિલ્હી: આતંરરાષ્ટ્રીય બજારમાં રૂપિયામાં ઘટાડો થતા ગેસની બેસ પ્રાઈઝ પર ટેક્સનો પ્રભાવ પડ્યો છે. જેના કારણે રાંધણ ગેસ સિલિન્ડરમાં વધારો થયો છે. સબ્સિડીવાળા એલપીજી સિલિન્ડરમાં 2 રૂપિયા 71 પૈસા વધ્યા છે જ્યારે સબ્સિડી વગરનો સિલિન્ડર 55 રૂપિયા 50 પૈસા મોંઘો થયો છે. સામાન્ય નાગરિક પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -