Jio-Oppo મોનસૂન ઓફર: મળશે 4900 રૂપિયા સુધીનો ફાયદો, જાણો કોને મળશે આ લાભ
4900 રૂપિયાના ફાયદાની વાત કરીએ તો ગ્રાહક રિચાર્જ કરશે તો MyJio Appમાં 50 રૂપિયાના 36 વાઉચર્સ મળશે. આનો ઉપયોગ યુઝર આગામી રિચાર્જમાં કરી શકશે. આ વાઉચર્સ 30 સપ્ટેમ્બર 2021 સુધી વેલિડ રહેશે. આમ કુલ 1800 રૂપિયાનો ફાયદો થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ રિલાયન્સ જિઓએ ગુરુવારે ચીનની સ્માર્ટફોન કંપની ઓપ્પો સાથે ભાગીદારીમાં એક નવી ઓફરની જાહેરાત કરી છે. નવી જિઓ ઓપ્પો મોનસૂન ઓફર અંતર્ગત નવા ઓપ્પો 4જી સ્માર્ટફોન ખરીદવા પર જિઓનું કાર્ડ લેવા પર 3.2 ટીબી સુધીનો ફ્રી ડેટા અને 4900 રૂપિયા સુધીનો ફાયદો થશે. આ ઓફર જૂના જિઓ પ્રીપેડ સીમ સાથે પણ મળશે.
આ સિવાય મેક માય ટ્રિપ તરફથી 1300 રૂપિયાની ડિસ્કાઉન્ટ કૂપન પણ આપવામાં આવશે. આ કૂપન 31 મે, 2018 સુધી વેલિડ હશે. આ ઓફરમાં કુલ મળીને 4900 રૂપિયાનો ફાયદો મળશે. મેકમાયટ્રિપ તરફથી બે કૂપમ મળશે- એક હોટલ બુકિંગ અને એક ડોમેસ્ટિક ફ્લાઈટ બુકિંગ માટે. રિચાર્જ કરવાના 48 કલાકની અંદર બન્ને કૂપન ઉપલબ્ધ હશે.
વાઉચર્સ સિવાય યુઝર્સને 1800 રૂપિયા સુધીની કેશબેક રકમ Jio Money ક્રેડિટ તરીકે મળશે. આની ચુકવણી 3 ઈન્સ્ટોલમેન્ટમાં કરવામાં આવશે. આ રકમ ગ્રાહકને 13, 26 અને 39મા રિચાર્જ પછી મળશે. 198 રૂપિયાનું રિચાર્જ કરાવવા પર યુઝરને 600 રૂપિયા સુધી અને 299 રૂપિયાના રિચાર્જ પર 1800 સુધીનું જિયો મની ક્રેડિટ આપવામાં આવશે.
જોકે આ ઓફરનો લાભ લેવા માટે ગ્રાહકે 198 અથવા 299 રૂપિયાનું રિચાર્જ કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે 198 રૂપિયામાં યુઝરને પ્રતિદિવસ 2GB ડેટા મળે છે જ્યારે 299 રૂપિયામાં 3GB હાઈ સ્પીડ ડેટા મળે છે. બન્ને પૅકની વેલિડિટી 28 દિવસની છે. Jioની મૉનસૂન ઓફર 25 સપ્ટેમ્બર 2018 સુધી ચાલશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -