પહેલી એપ્રિલથી લાગુ થશે E-way બિલ, GST કાઉન્સિલનો નિર્ણય
નવી દિલ્લી: નાણામંત્રી અરૂણ જેટલીની અધ્યક્ષતામાં થયેલી જીએસટી કાઉન્સિલની મહત્વની બેઠકમાં આજે અનેક નિર્ણયો લેવામાં આવ્યાં હતા. કાઉન્સિલે જીએસટીમાં રિટર્ન ફાઈલિંગની તારીખને પણ લંબાવી છે. જીએસટીઆર-3 બી જૂન સુધી ભરી શકાશે. સાથે માલના અંતરરાજ્ય આયાત નિકાસ માટે ઈ-વે બિલને પહેલી એપ્રિલથી અમલમાં લાવવાનો નિર્ણય લીધો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદેશ ભરમાં ઈ-વે બિલ એક સાથે લાગુ નહીં થાય. આ તબ્બકા પ્રમાણે 4 રાજ્યોના લોટમાં લાગુ થશે. પહેલા ચાર રાજ્યમાં ઈ-વે બિલ લાગુ પડશે અને ત્યાર બાદ અન્ય 4 રાજ્યમાં લાગુ પડશે. હાલમાં ઈ-વે બિલ કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં પહેલી એપ્રિલથી લાગુ પડશે. કાઉન્સિલે આ વખતે રિયલ એસ્ટેટ અને રિવર્સ ચાર્જ મેકેનિઝ્મ પર 1 જુલાઇ સુધી નિર્ણય ટાળી દીધો છે.
ઈ-વે બિલ અનુસાર રૂપિયા 50 હજારથી વધારે રકમની પ્રોડક્ટની રાજ્ય કે રાજ્યની બહાર ટ્રાન્સપોર્ટેશનને ડિલિવરી માટે સરકારને પહેલાથી ઓનલાઈન રજિસ્ટ્રેશન માફરતે બતાવવું પડશે. તે અનુસાર ઈ-વે બિલ જનરેટ કરવાનું રહેશે જે 1 થી 15 દિવસ સુધી માન્ય રહેશે. આ માન્યતા પ્રોડક્ટ લઈ જવાના અંતરના આધાર પર નક્કી કરાશે. જેમ કે 100 કિલોમીટર સુધીના અંતર માટે એક દિવસનું ઈ-વે બિલ બનશે જ્યારે એક હજાર કિલોમીટરના અંતર માટે 15 દિવસનું ઈ-વે બિલ બનશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -