જોધપુર: TVSના માલિકની પુત્રીના Royal Wedding, હાઈ પ્રોફાઈલ મહેમાનોનો જમાવડો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપહેલું સ્ટાર્ટ અપ વેંચ્યા બાદ તેણે હાલમાં જ પોતાનું બીજું સ્ટાર્ટ અપ જિફ્સરીના નામે શરૂ કર્યું છે. મહેશ એક સમયે સ્વતંત્ર પાર્ટીના અધ્યક્ષ રહેલા સાંસદ એનજી રંગાના પૌત્ર છે.
જોધપુરઃ ટેફે ટ્રેક્ટર અને ટીવીએસ મોટર કંપનીના અધ્યક્ષ વેણુ શ્રીનિવાસનની દીકરી લક્ષ્મી વેણુના લગ્ન ગુરુવારે જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં સંપન્ન થયા હતાં. આ ભવ્ય મેરેજમાં હાજરી આપવા માટે દેશ-વિદેશના હાઈ પ્રોફાઈલ મહેમાનો જોધપુર પહોંચ્યા હતાં. લગ્ન બાદ સાંજે ભવ્ય રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન જોધપુરમાં પહેલીવાર સ્કાઈ ડાન્સ જોવા મળ્યો હતો. ઉમ્મેદ ભવન પેલેસમાં ફુગ્ગાઓની સાથે વિદેશી કલાકર હવામાં ઉડતા જોવા મળ્યા હતાં. આ પહેલા સાઉથ ઈન્ડિયન કલાકારોનું લાઈવ કોન્સર્ટ પણ યોજવામાં આવ્યું હતું.
યેલ યુનિવર્સિટીથી ઈકોનોમિકસ્માં ગ્રેજ્યુએટ લક્ષ્મીએ વારવિકથી એન્જિનિયરિંગ મેનેજમેન્ટમાં ડોક્ટરેટ કર્યું છે. લક્ષ્મીની માતા મલ્લિકા શ્રીનિવાસન ટેફેની ચેરપર્સન છે. લક્ષ્મીની કંપની વાહનોની ચેચિસ બનાવે છે. આ કંપનીનો વેપાર સમગ્ર દુનિયામાં ફેલાયેલો છે.
લક્ષ્મીનો વરરાજા આંધ્ર પ્રદેશ નિવાસી મહેશ ગોગીનૈની રાજસ્થાનના બિટ્સ પિલાની સાથે એન્જિનિયરિંગ કરી ચૂક્યા છે. ત્યારબાદ તેઓએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં પણ અભ્યાસ કર્યો. તેણે પછી સ્ટેનફોર્ડથી એમબીએ કરી પોતાનું સ્ટાર્ટ અપ શરૂ કર્યું હતું.
ઓગસ્ટ 2010માં સોફ્ટવેરની દિગ્ગજ કંપની ઇન્ફોસિસના કો-ફાઉન્ડર નારાયણ મૂર્તિના દીકરા રોહન મૂર્તિની સાથે સગાઈ થયા બાદ લક્ષ્મી ન્યૂઝમાં ચમકી હતી. જૂન 2011માં બંનેના ચેન્નઈમાં થયેલ લગ્ન હાઈ પ્રોફાઈલ હતાં. જેમાં અનેક મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. બંનેના વિવાહ લાંબા ન ચાલી શક્યા અને વ્યક્તિગત સહમતિથી તેઓએ વર્ષ 2015માં છૂટાછેડા લીધા હતા.
દેશના ત્રીજા સૌથી મોટા ટુ વ્હીલર વાહન નિર્માતા ટીવીએસ અને ટેફે ટ્રેક્ટરના માલિક વેણુ શ્રીનિવાસનની 29 વર્ષિય પુત્રી લક્ષ્મી ગ્રુપની હોલ્ડિંગ કંપની સુંદરમ ક્લેટનની મેનેજિંગ ડિરેક્ટર છે.
આ દરમિયાન ચાર્ટરથી એસ્સાર ગ્રુપના ડાયરેક્ટર પ્રશાંત રુઈયા પોતાના પરિવારની સાથે જોધપુર પહોંચ્યા હતાં. બીજી તરફ, મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઓફ ધ યુનાઈટેડ કિંગડમ કુમાર ભટ્ટાચાર્ય, બરોન ભટ્ટાચાર્યએ પણ હાજરી આપી હતી. રામકો સિસ્ટમ કંપનીના ફાઉન્ડર મેન્ટર ઈનોવેટર ચીફ ચેરમેન પી આર વેંકટરામન રાજા, વાઈસ ચેરમેન ઓફ જે કે કોર્પ બી એચ સિંઘાનિયાની સાથે અનેક અન્ય મહેમાન પણ પહોંચ્યા હતાં.
આ લગ્ન સમારોહમાં સામેલ થવા માટે હાઈ પ્રોફાઇલ મહેમાન જોધપુર પહોંચ્યા હતાં. બુધવારે શાહી લગ્નમાં આવેલા મહેમાનો ચાર્ટર પ્લેન લઈને જોધપુર પહોંચ્યા હતાં. એરપોર્ટથી બહાર આવતાં જ તેમને અટેન્ડ કરવા આવેલા લોકો કેસરિયા સાફામાં ઉપસ્થિત રહ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -