લોન ડિફોલ્ટર્સ થઈ જાય સાવધાન, ડુબેલા નાણાં પરત લાવવા માટે RBIને મળ્યા આ અધિકાર
બેન્કીંગ ક્ષેત્રમાં એનપીએ મોટી સમસ્યા છે. બંધારણ અનુસાર હવે આ અધ્યાદેશની છ મહિનાની અંદર સંસદમાંથી મંજુરી રહેવાની રહેશે તેથી ચોમાસુ સત્રમાં આ કાનૂન પર બંને ગૃહોમાં વિચાર થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી જોગવાઇ હેઠળ રિઝર્વ બેંકને અધિકાર અપાયો છે કે તે નક્કી સમય સીમામાં એનપીએને નિપટવા માટે બેંકોને જરૂરી નિર્દેશો જારી કરી શકે. કેન્દ્રીય કેબીનેટે આ અધ્યાદેશને બુધવારે મંજુરી આપી હતી. બેન્કીંગ કાનૂનમાં ફેરફારોથી બેંકોના ડુબેલા નાણા હવે પરત મેળવવાનો માર્ગ ખુલશે.
માનવામાં આવે છે કે સરકાર નવા એનપીએ અધ્યાદેશની વિગતો આજે જાહેર કરશે. મળતા અહેવાલો મુજબ બેન્કીંગ રેગ્યુલેશન એકટની કલમ-૩પમાં બે નવી જોગવાઇઓ ઉમેરવામાં આવી છે. એક જોગવાઇ હેઠળ આરબીઆઇને અધિકાર અપાયો છે કે, બેંકોના ડિફોલ્ટરો વિરૂધ્ધ ઇનસોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડ હેઠળ કાર્યવાહી કરે.
નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીએ બેન્કિંગ નિયમન કાયદામાં સંશોધન સંબંધીત વટહુકમને મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ સરકારે રિઝર્વ બેંકને બેડ લોન (ફસાયેલીલોન)ની વસૂલાત માટે બેંકોની જરૂરી કાર્રવાઈ શરૂ કરવા સંબંધીત નિર્દેશ આપવાના વ્યાપક અધિકાર આપ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -