વિજય માલ્યા વિરૂદ્ધ કોર્ટે જારી કર્યું બિન જામીનપાત્ર વોરન્ટ, જાણો કોર્ટે શું ટકોર કરી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Nov 2016 02:07 PM (IST)

1
નવી દિલ્હીઃ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે વિજય માલ્યા વિરૂદ્ધ બિન જામીનપાત્ર વોરન્ટ જારી કર્યું છે. એક વોરન્ટ ફેરા ઉલ્લંઘનના મામલે સમન્સને કથિત રીતે ન અનુસરવા પર જારી કરવામાં આવ્યું છે. જ્યારે બીજું 2012માં ચેક બાઉન્સને લઈને ડીઆઈએએલની એક અરજી પર જારી કરવામાં આવ્યું છે.
2
માલ્યા વિરૂદ્ધ બિન જામીનપાત્ર વોરન્ટ ઈશ્યૂ કરતાં કોર્ટે કહ્યું કે, માલ્યાનો એ દાવો ખોટો છે અને પ્રક્રિયાનો દુરુપયોગ કરનારો છે કે તે ભારત પરત ફરવા માગે છે પરંતુ તેનો પાસપોર્ટ રદ્દ થઈ ગયો છે. માલ્યા દેશના કાયદાનું જરાય સન્માન નથી કરતા અને ભારત પરત ફરવાનો તેનો કોઈ ઈરાદો નથી.