SBI બાદ HDFC, ICICIએ પણ હોમ લોનના દરમાં કર્યો ઘટાડો, જાણો કેટલા ઘટ્યા વ્યાજ દર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Nov 2016 12:16 PM (IST)
1
એટલું જ નહીં એચડીએફસીએ પણ હોમ લોનના વ્યાજ દરમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. અત્યાર સુધી એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંક 9.3 ટકાના દરે હોમ લોન આપતી હતી. આ ત્રણેય બેંકો દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કર્યા બાદ હવે આવનારા સમયમાં સ્પર્ધાને ધ્યાનમાં રાખતા અન્ય બેંકો પણ વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
નવી દિલ્હીઃ એસબીઆઈએ હોમ લોનમાં 0.15 ટકાનો ઘટાડો કરી 9.15 ટકા દરો લોન આપવાની ઓફર આપી રહી છે. ઉપરાંત મહિલાઓને હવે 9.1 ટકાના દરે લોન મળશે. હવે ખાનગી ક્ષેત્રની મોટી બેંક આઈસીઆઈસીઆઈ બેંકે પણ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. આઈસીઆઈસીઆઈ બેંકે ગુરુવારે હોમ લોનના વ્યાજ દરમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે. 75 લાખ સુધીની લોન પર હવે 9.15 ટકાના દરો હોમ લોન મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -