✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જાણો, GST સ્લેબથી સામાન્ય વ્યક્તિને શું ફાયદો અને શું નુકસાન થશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Nov 2016 08:29 AM (IST)
1

જીએસટીમાં એ સારી વાત એ છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર જીએસટી સ્ટ્રક્ચર પર સહમત થઈ ગયા છે. પરંતુ 28 ટકા ટેક્સ આશ્ચર્યજનક છે. સેસ વસુલવાની જોગવાઈ સંપૂર્ણ રીતે જીએસટીને તોડવા-મરોડવાનો પ્રયત્ન કરવા જેવો છે. માટે સૌથી મહત્ત્વપૂર્ણ પગલું એ છે કે હવે સ્લેબ અનુસાર પ્રોડક્ટ્સનું વર્ગીકરણ કરવામાં આવે.

2

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, જીએસટી સ્લેબ તૈયાર માટે ચાર રેટ નક્કી કરવામાં આવ્યા છે તે સારી શરૂઆત છે. પરંતુ હવે સંપૂર્ણ ધ્યાન આ સ્લેબ્સ અંત્રગત પ્રોડક્ટ્સની કેટેગરી પાડવા પર થવું જોઈએ. આ એટલા માટે જરૂરી છે કારણ કે કેટલીક પ્રોડક્ટ્સને પહેલા લક્ઝરી ગણવામાં આવતી હતી તેમાંથી આજે કેટલીક પ્રોડક્ટ્સ એવી પણ જે રોજીંદા જીવનનનો એક ભાગ બની ગઈ છે.

3

28 % ટેક્સ : કાર,ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન વગેરે પર 28 % રેટ લાગુ પડશે. અત્યારે તેના પર 30થી 31 ટકા (એક્સાઇજ વેટનો સમાવેશ કરીને) સુધી ટેક્સ લાગે છે. કાર પર તો 37% ટેક્સ લાગે છે. આ સ્લેબને કારણે હવે શોખ મોંઘા પડશે.

4

18% ટેક્સ: સર્વિસટેક્સ 15% થી 18% કરાશે. સાબુ, તેલ, શેવિંગ સ્ટિક, ટુથપેસ્ટ, ઘડિયાળ, વાસણ, ફર્નીચર, માર્બલ જેવો સામાન પણ આમા આવી શકે છે. અત્યારે તેના પર 30-31 ટકા ટેક્સ છે. સર્વિટેક્સ વધવાને કારણે સામાન્ય વ્યક્તિને નુકસાન થઈ શકે છે.

5

5 % ટેક્સ: સામાન્ય લોકોને સામાન્ય વસ્તુઓના ઉપયોગ પર 5 ટકા ટેક્સ લાગશે. તેમા પ્રોસ્સ્ડ ફુડ સામેલ થઇ શકે છે. જોકે સોના પર 4 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. પરંતુ તેના પર નિર્ણય થવાનો બાકી છે. 12 % ટેક્સ: નાણાંમંત્રી જેટલીના જણાવ્યા અનુસાર 12 ટકા સ્ટાન્ડર્ડ રેટ હશે. વાયરિંગ નેટવર્કિંગના સામાન કોમ્પ્યુટર, લેપટોપ મોબાઇલ હેન્ડસેટ જેવા સામાનનો સમાવેશ થઇ શકે છે.

6

સામાન્ય વ્યક્તિને રોજીંદી જરૂરિયાત માટે ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુ પર 6ની જગ્યાએ 5 ટકા ટેક્સ લગાવવાથી ફાયદો થશે. જોકે અહીં જોવાનું એ રહેશે કે સરકારે રોજીંદી જરૂરિયાતની કેટેગરીમાં કઈ કઈ વસ્તુઓને સામેલ કરી છે. માટે જરૂરી છે કે હવે આ કેટેગરીમાં સામેલ વસ્તુઓની યાદી તૈયાર કરી લેવામાં આવે.

7

જીએસટી કાઉન્સિલ તરફથી મંજૂર કરવામાં આવેલ ટેક્સના દરને લઈને નિષ્ણાંતોનું કહેવું છે કે, આ 4 સ્તર જીએસટી સ્લેબ ધારણા અનુસાર છે. કાન્સિલે લક્ઝરી કાર, તમ્બાકુ અને કાર્બોરેટેડ ડ્રિંક્સ પર વધુમાં વધુ ટેક્સની ભલામણ કરી છે. જેના કારણે આ ઉદ્યોગને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. પરંતુ સામાન્ય વ્યક્તિની નજરથી જોઈએ તો મંજૂર કરવામાં આવેલ ટેક્સ સ્લેબ સામાન્ય છે.

  • હોમ
  • બિઝનેસ
  • જાણો, GST સ્લેબથી સામાન્ય વ્યક્તિને શું ફાયદો અને શું નુકસાન થશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.