✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદી સરકાર આપશે નવો ઝટકો, રોકડથી ખરીદી કરી કે ATMમાંથી ઉપાડ્યા તો ભરવો પડશે કેટલો ટેક્સ, જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 Dec 2016 11:44 AM (IST)
1

રોકડેથી સરકારી સેવા લેવાનુ પણ મોંઘુ પડશે અને ૧ લાખથી વધુની લેવડદેવડ પર વધારાનો ચાર્જ લેવાશે. સરકાર આ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. આ ઉપરાંત કેશલેસ પગાર પણ કરવો પડશે. કર્મચારીઓને પગાર ચેક અથવા ઇલેકટ્રોનીક માધ્યમથી આપવાના રહેશે. સરકાર બીલ લાવવાને બદલે આ અંગે વટહુકમ લાવશે. લોકો કેશ પેમેન્ટ ન કરે તે માટે સરકાર એટીએમ અને બેંકમાંથી રોકડ ઉપાડ પર કેશ ટ્રાન્ઝેકશન ચાર્જ લગાવી શકે છે. રોકડ દ્વારા ચુકવણા પર પણ આવો ચાર્જ લાગશે.

2

સુત્રોનુ માનીએ તો સરકાર એક દિવસમાં પ૦,૦૦૦થી વધુના ઉપાડ પર ચાર્જ લગાવી શકે છે. જો કોઇ વ્યકિત દિવસમાં અનેક વખત ટુકડે-ટુકડે આનાથી વધુ રકમ કાઢશે તો તેણે રખરખાઉ ચાર્જ આપવો પડશે. એટીએમમાં આ વ્યવસ્થા ર૪ કલાક ચાલુ રહેશે અને ૧પ૦૦૦નો ઉપાડ ચાર્જમુકત હશે. તેથી ઉપરના ઉપાડ પર ચાર્જ લાગશે.

3

એવામાં રોકડના ઉપયોગ પર ચાર્જ લગાવી તેઓને હત્તોત્સાહીત કરાય તે જરૂરી છે. તેને બેંક, એટીએમ અને રોકડની લેવડ-દેવડ પર રખરખાઉ ચાર્જ, ઉપાડ ચાર્જ, પેમેન્ટ ચાર્જ કે વધારાના કર તરીકે લાગુ કરાશે. જે અડધા થી બે ટકા સુધી હશે.

4

સુત્રોના જણાવ્યા પ્રમાણે રોકડના ઉપયોગ પર ચાર્જ લગાવવાની રૂપરેખા પર નાણા મંત્રાલય અને નીતિ આયોગ વચ્ચે સહમતી બની છે. તેને લાગુ કરતા પહેલા પીએમઓના ટોચના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરાશે. નાણા મંત્રાલય એવુ માનીને ચાલે છે કે, ૩૦મી પછી રોકડ ઉપાડ પર લાગેલી સીમા સમાપ્ત થતા જ લોકો ફરી રોકડ તરફ ભાગશે કારણ કે તેઓને ડિજીટલ લેવડ-દેવડની ટેવ નથી.

5

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર રોકડ લેવડ-દેવડ પર અડથી બે ટકા જેટલો ચાર્જ લગાવવાની તૈયારીમાં છે. કેશલેસ અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે રખરખાઉના નામે લગાવવામાં આવનાર આ ચાર્જ બેંક, એટીએમમાંથી નિર્ધારીત રકમથી વધુ રોકડ ઉપાડવા કે રોકડ પેમેન્ટ પર વસુલવામાં આવશે.

6

નવી ફોર્મ્યુલા હેઠળ રોકડ ખર્ચ કરવા ઉપર આમ આદમી પર બોજો એટલા માટે નાખવામાં આવશે કે લોકો ડિજીટલ લેવડ-દેવડ તરફ વળે, નોટબંધી બાદ નાણા મંત્રાલય રોજેરોજ નવા નિયમો લાગુ કરી રહી છે. જુની રોકડ બદલવાથી લઇને વિવિધ જરૂરી સેવાઓમાં જુની નોટની સ્વીકાર્યતા સમાપ્ત કર્યા બાદ સોમવારે બેંકમાં રોકડ જમા કરાવવા પર નવા નિયમ લગાવાયા છે. આવતા ૧૦ દિવસોમાં એટીએમમાંથી રપ૦૦ અને બેંકમાંથી ર૪૦૦૦ ઉપાડવાની સીમા પણ સમાપ્ત થવાની ચર્ચા છે.

  • હોમ
  • બિઝનેસ
  • મોદી સરકાર આપશે નવો ઝટકો, રોકડથી ખરીદી કરી કે ATMમાંથી ઉપાડ્યા તો ભરવો પડશે કેટલો ટેક્સ, જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.