IN DEPTH: અહીં વાંચો તમારા ગજવાને કેવી રીતે લાગશે 'ઝાટકો'!
ખાસ વાત એ છે કે, સરકાર આ ઓથોરિટીની રચના કરવા માટે કાયદાકીય રીત નહીં અપનાવે. કેબિનેટ દ્વારા મંજૂરી મળતા જ રેલવે ડેવલપમેન્ટ ઓથોરિટી બનવાનો રસ્તો થઈ જશે. આ ઓથોરિટીમાં એક ચેરમેન હશે અને ત્રણ સભ્ય હશે. આ સભ્યોની પસંદગી માટે એક સર્ચ સમિતિ બનાવવામાં આવશે. આ સમિતિના સભ્ય હશે કેબિનેટ સેક્રેટરી, સેક્રેટરી DOPT, અન્ય રેગ્યુલેટરના એક પ્રતિનિધિ હશે અને એક રેલવે બોર્ડના અધિકારી હશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરેલવે ટૂંકમાં જ રેલવે ભાડું વધારવાની તૈયારીમાં છે પરંતુ આ વધારો સીધો નહીં થાય, ચોર દરવાજાથી થશે. રેલવે મંત્રાલયે રેલ ટેરિફ ઓથોરિટીનું પ્રારૂફ તૈયાર કરી લીધું છે. હવે આ ઓથોરિટીનું નામ રેલ ડેવલપમેન્ટ ઓથોરિટી હશે. ઓથોરીટીના ત્રણ કામ હશે. પહેલું કામ રેલવેનું ભાડું નક્કી કરવું. રેલવેના પરફોર્મન્સ સંબંધિત સ્ટાન્ડર્ડ નક્કી કરવા અને ત્રીજું અલગ અલગ સંસ્થાઓ સાથે વિવાદનો ઉકેલ લાવવો.
તેની સામે તેમણે હાઇવે અને વીજળીનું ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે હાઇવે અને વીજળીની સેવાઓનું આઉટસોર્સિંગ કરવામાં આવ્યું અને તેના માટે લોકો નાણાં ખર્ચે છે તો તેની ગુણવત્તા સુધરી છે. આવું આઉટસોર્સિંગ રેલવેમાં પણ કરવામાં આવે તો તેની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે રેલવેમાં હોસ્પિટાલિટી જેવી અન્ય સેવાઓ આઉટસોર્સિંગ મારફતે આપવામાં આવશે. ઉપરાંત તેઓ ટ્રેનો અંગેની કેટલીક લોભામણી જાહેરાતો પણ કરશે. સીઆઈઆઈ દ્વારા રેલવેમાં સુધારા અંગે યોજવામાં આવેલા એક પરિસંવાદમાં સંબોધન કરતાં જેટલીએ જણાવ્યું હતું કે જો રેલવે પોતાની કામ કરવાની પદ્ધતિ અને દેખાવ નહીં સુધારે તો તે પોતાના પ્રતિસ્પર્ધીઓ જમીન માર્ગ અને ઉડ્ડયન ક્ષેત્ર કરતાં પાછળ રહી જશે.
નવી દિલ્હીઃ સામાન્ય લોકોના ગજવાને ઝટકો લાગી શકે છે. સરકારે એવા સંકેત આપ્યા છે કે રેલવે ભાડામાં વધારો થશે. નાણાં પ્રધાન અરૂણ જેટલીએ સામાન્ય બજેટ રજૂ કરતાં પહેલા જ મેસેજ આપ્યો છે કે, રેલવેની સેવાઓ માટે લોકોએ વધારે રકમ ખર્ચ કરવી પડશે. જેટલીએ કહ્યું કે, વિતેલી સરકાર લોકોને સબસિડી આપીને લોકને આકર્ષિત કરતું રેલવે બજેટ આપતી રહી છે. હવે એવું નહીં થાય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -