10 લાખથી વધારે તમારી કમાણી છે? તો બંધ થશે LPG સબસિડી, જાણો
હવે સરકાર ખુદ આ મામલે તપાસ કરવા માગે છે. ઉચ્ચ અધિકારીના જણાવ્યાનુસાર ટૂંકમાં જ આ પ્રક્રિયા શરૂ થઈ જશે. હાલમાં પ્રતિ પરિવારને 14.2 કિલોગ્રામના 12 સિલન્ડર પ્રતિ વર્ષ સબસિડી સાથે આપવામાં આવે છે. સરકારે પહેલા જ લોકોને સબસિડીવાળા એલપીજી છોડીને બજાર રેટ પર ગેસ ખરીદીવના અપીલ કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ઓઈલ મંત્રાલયને આ ડેટા મળવાની સાતે જ 10 લાખ રૂપિયા વાર્ષિક આવક ધરાવતા ટેક્સ પેયરની સબસિડી આપોઆપ બંધ થઈ જશે. જોકે કેટલાક લોકોઈ પહેલેથી જ સ્વૈચ્છિક રીતે સબસિડી છોડી દીધી છે. પરંતુ કેટલાક એવા લોકો પણ છે જેણે ખુદ સબસિડી છોડી નથી.
ઇનકમ ટેક્સ વિભાગ વ્યક્તિગત ટેક્સપેયરની જાણકારીની ગુપ્તતા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ટૂંકમાં જ ઓઈલ મંત્રાલય સાથે એક સમજૂતી પર સહી કરશે. વિભગના ટોચના નિર્ણાયક સંગઠન કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી)એ આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ પગલું સરકારના એ નિર્ણય બાદ લેવામાં આવ્યું છે જે અંતર્ગત કહેવામાં આવ્યું હતું કે, દસ લાખ રૂપિયાથી વધારેની વાર્ષિક આવક ધરાવતા ટેક્સપેયરને સબસિડીયુક્ત એલપીજી નહીં મળે.
બે સરકારી વિભાગોની વચ્ચે સત્તાવાર સમજૂતી અંતર્ગત ટેક્સ અધિકારી કરદાતાઓની જન્મ તારીખ, જાતી, ઈ-મેલ આઈડી, રહેણાંકનો ફોન નંબર અને તમામ ઉપલબ્ધ સરનામાં આપશે જેથી ઓઈલ મંત્રાલય આવા પરિવારની સબસિડી સંપૂર્ણ રીતે બંધ કરી શકે. એવા લોકની સબસિડી બંધ કરવામાં આવશે જેમની વાર્ષિક આવક 10 લાખ રૂપિયાથી વધારે છે અને તેમણે અત્યાર સુધી સ્વૈચ્છિક સબસિડી નથી છોડી.
નવી દિલ્હીઃ ઇનકમ ટેક્સ વિભાગે ટૂંકમાં જ 10 લાખ રૂપિયાથી વધારે વાર્ષિક આવક ધરાવતા કરદાતાઓની વ્યક્તિગત જાણકારી જેમ કે, પાન, રહેઠાણનું સરનામું અને મોબાઈલ નંબર ઓઈલ મંત્રાલયને ઉપલબ્ધ કરાવશે. સરકાર દ્વારા આ નિર્ણય ઉચ્ચ આવક ધરાવતા વર્ગની એલપીજી સબસિડી બંધ કરવા માટે લેવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -