નોટબંધીને કારણે દેશના અર્થતંત્રને થશે ૧.ર૮ લાખ કરોડનું નુકસાન, જાણો કોણે કર્યો આ ધડાકો
સીએમઆઇઇ એ એક રિપોર્ટમાં જણાવ્યુ છે કે બજારોમાં ઘરાકી ઘટતા, મોલ્સમાં લોકોની અવરજવરમાં ઘટાડો થતા, રેસ્ટોરન્ટમાં બીઝનેસ ઘટતા અને ફેકટરીઓમાં કામકાજ ઠપ્પ થવાના મળતા અહેવાલ નિરાશાજનક તસ્વીર ઉપજાવી રહ્યા છે. આ બધુ માર્કેટમાંથી અચાનક રોકડ ખેંચી લેવાને કારણે થઈ રહ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસીએમઆઇઇ એ જણાવ્યુ છે કે, સરકાર અને રિઝર્વ બેંકના આ પગલાથી ૧૬૮૦૦ કરોડની નુકસાની ઉઠાવવી પડી શકે છે. આ ખર્ચ મુખ્યત્વે નવી કરન્સીના છાપકામ, નવી કરન્સીને બેંકોની શાખાઓ, એટીએમ અને પોસ્ટ ઓફિસ સુધી પહોંચાડવા અંગેનો છે. આ સંસ્થાએ કહ્યુ છે કે, નોટબંધીની સૌથી મોટી અસર કંપનીઓ અને વેપારીઓએ ઉઠાવવી પડી છે. સંસ્થાએ કહ્યુ છે કે, આ પગલાની તાત્કાલિક અસરથી ૬૧પ૦૦ કરોડ રૂપિયાના નુકસાન થઈ શકે છે. જે નોટબંધીની કુલ કોસ્ટના ૪૮ ટકા છે.
સંસ્થાએ કહ્યુ છે કે, અમે અનુમાન મુકયુ છે કે નોટબંધી બાદ લોકોએ જરૂરી ચીજવસ્તુઓ સિવાયની ચીજો ઉપર ખર્ચ ઘટાડયો છે. તેની સીધી અસર કંપનીઓ અને વેપારીઓ ઉપર પડશે. પ૦ દિવસના ગાળામાં પ૦,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન જશે.
રિપોર્ટમાં જણાવાયુ છે કે, આનાથી સૌથી મોટુ નુકસાન બેન્કોને જશે. બેન્કરોનું વેજ લેવલ બેન્કો અને એટીએમની બહાર ઉભેલા લોકોથી ઘણુ વધુ છે અને એટીએમને સુધારવા ઘણો ખર્ચ કરવો પડશે. રિપોર્ટ અનુસાર આ પ૦ દિવસમાં બેન્કોનુ વાસ્તવિક કામકાજ ઘણુ ઓછુ રહેશે. અમારા અનુમાન મુજબ તેઓને આ દરમિયાન ૩પ૧૦૦ કરોડનું નુકસાન થશે. સંસ્થાએ કહ્યુ છે કે, જુની કરન્સી નોટ બદલાવવા લાઇનમાં ઉભેલા લોકોના માથે આ કોસ્ટનો ૧ર ટકા હિસ્સો જશે અને આ દરમિયાન પોતાનુ દૈનિક વેતન કે મજુરી ગુમાવવાથી કુલ ૧પ૦૦૦ કરોડનું નુકસાન થશે.
સંસ્થાએ કહ્યુ છે કે, નોટબંધીની લાંબાગાળાની અસર ઘણી મોટી હોય શકે છે. આ અનુમાન પ૦ દિવસના ગાળાને ધ્યાનમાં રાખી લગાવવામાં આવ્યુ છે. જો કે લીકવીડીટી ઓછી હોવાથી, સપ્લાય ચેન તુટવાથી અને ગ્રાહકોનો ઉત્સાહ ભાંગી ગયાની અસર અર્થતંત્ર ઉપર લાંબાગાળા સુધી દેખાશે.
નવી દિલ્હી: દેશમાંથી કાળુ નાણુ સમાપ્ત કરવા માટે સરકારે પ૦૦ અને ૧૦૦૦ની નોટો રદ્દ કરવાનો નિર્ણય કર્યો તેના પગલે તેનો ટ્રાન્ઝેકશન કોસ્ટ પ૦ દિવસમાં લગભગ ૧ લાખ ર૮ હજાર કરોડ રૂપિયા થશે. આ અનુમાન સેન્ટર ફોર મોનીટરીંગ ઇન્ડિયન ઇકોનોમી (સીએમઆઇઇ)એ લગાવ્યુ છે. અર્થતંત્ર ઉપર નજર રાખતી આ સંસ્થાએ કહ્યુ છે કે, ઓવર ઓલ કોસ્ટ આનાથી પણ વધુ હોઇ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -