અબજોપતિની યાદીમાં વધુ એક ગુજરાતી, 90 કરોડ ડોલરમાં વેચાઈ કંપની
તુરખિયા ભાઈઓએ વર્ષ 2014માં તેમની પ્રથમ કંપની ડાયરેક્ટી વેંચી હતી. અમેરિકાના એન્ડ્યૂરન્સ ઈન્ટરનેશનલ ગ્રૂપે આ કંપનીને 10 કરોડ ડોલરમાં ખરીદી હતી. તુરખિયા ભાઈઓએ મુંબઈમાં આ કંપનીની સ્થાપના કરી હતી. ત્યારે બંને ટીન-એજર હતા. અમેરિકાના ટેક્નોલોજીકલ જગત માટે તુરખિયા ભાઈઓ જાણીતું નામ છે. જોકે, બહારનું ઈનવેસ્ટમેન્ટ ન લેતા હોવાથી અન્ય ટેક્નોપ્રેન્યોર્સની સરખામણીમાં આ બંને ભાઈઓ ઓછા પોપ્યુલર છે.
ચીનનું ઓનલાઈન એડ બજાર હાલમાં 40 અબજ ડોલર પર છે. જેમાં ગત વર્ષની સરખામણીએ 30%નો વધારો થયો છે. 2007માં ગૂગલે ડબલ ક્લિક નામની આવી જ કંપની 3.1 અબજ ડોલરમાં ઓલ-ઈન-કેશ ડીલમાં ખરીદી હતી. 2007માં માઈક્રોસોફ્ટે media.net જેવા ધંધા સાથે સંકળાયેલી aQuantitive નામની કંપની 6 અબજ ડોલરમાં ખરીદી હતી. જોકે, એ વર્ષે જ aQuantitive બંધ થઈ ગઈ. ઓનલાઈન એડવર્ટાઈઝિંગ ઈન્ડસ્ટ્રીમાં media.netની ખરીદીને સૌથી મોટી ડીલ માનવામાં આવે છે. (તસવીર- ભાવિન અને દિવ્યાંક તુખરિયા)
તુરખિયાની media.netએ ઓનલાઈન એડ પ્લેટફોર્મ છે. જે વાર્ષિક 23.2 કરોડ ડોલરની આવક ધરાવે છે. કંપની વાર્ષિક 45 કરોડ ડોલર્સની એડ મેનેજ કરે છે. કંપનીની 90 ટકાથી વધુ આવક અમેરિકામાંથી થાય છે. દુબઈમાં વડુ મથક ધરાવતી media.netમાં 800થી વધારે કર્મચારીઓ કામ કરે છે. દુબઈ ઉપરાંત વિશ્વના અન્ય સાત શહેરોમાં તેની બ્રાંચ આવેલી છે. media.net એ તુરખિયા ભાઈઓનું સાતમું સાહસ હતું.
નવી દિલ્લી: બિલિયન ડોલર ક્લબમાં વધુ એક ગુજરાતી દિવ્યાંક તુરખિયાની એન્ટ્રી થઈ છે. ચીનના TMT (ટેક્નોલોજી, મીડિયા, ટેલિકોમ) ગ્રૂપ બેજિંગ મિટેનો કોમ્યુનિકેશન ટેક્નોલોજીએ દિવ્યાંકની media.netને 90 કરોડ ડોલરમાં ખરીદી લીધી છે. સમગ્ર રકમ રોકડમાં ચૂકવવામાં આવશે. દિવ્યાંકનો જન્મ 29 જાન્યુઆરી 1982ના રોજ થયો છે. દિવ્યાંક અને તેનો ભાઈ ભાવીન બંને મુંબઈની પ્રચલિત નરસી મોનજી અને સીદેનહામ કોલેજમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએટ થયા હતા.