✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હવે SBIએ ગ્રાહકોને આપ્યો મોટો ઝાટકો, મિનિમમ બેલન્સ નહીં હોય તો લાગશે ચાર્જ, જાણો ક્યારથી લાગુ થશે નવો નિયમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Mar 2017 07:55 AM (IST)
1

નવી દિલ્હીઃ ખાતાધારકો માટે પોતાના ખાતામાં મિનિમમ બેલેન્સ જાળવી રાખવું ફરજિયાત કરવા માટે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું કે, તે એક એપ્રિલથી આવા ડિફોલ્ટર્સ પાસેથી દંડ વસુલવાનું શરૂ કરશે.

2

એસબીઆઈએ કહ્યું કે, મેટ્રો શહેર માટે મિનિમમ બેલન્સ 5000 રૂપિયા, શહેરી વિસ્તાર માટે 3000 રૂપિયા, અર્ધ-શહેરી વિસ્તાર માટે 2000 રૂપિયા અને ગ્રામીણ વિસ્તાર માટે 1000 રૂપિયા છે.

3

એસબીઆઈએ કહ્યું કે, બેંક ખાતામાં મિનિમમ બેલન્સ પર દંડ એક એપ્રિલથી લાગુ થશે. આ દંડ જરૂરી મિનિમમ બેલન્સ અને તેમાં રહેલ ઘટાડા વચ્ચેના અંતર પર આધારિત હશે.

4

મેટ્રો શહેરમાં જો મિનિમમ બેલન્સમાં 75 ટકાથી વધારેનો ઘટાડો હશે તો દંડ 100 રૂપિયા અને સર્વિસ ટેક્સહશે. જો મિનિમમ બેલન્સ 50-75 ટકાની વચ્ચે હશે તો બેંક 75 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લેશે. 50 ટકાથી ઓછું બેલેન્સ રહેવા પર 50 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લાગશે.

5

તેવી જ રીતે ગ્રામીણ વિસ્તારમાં મિનિમમ બેલેન્સ ન રાખવા પર 20 રૂપિયાથી લઈને 50 રૂપિયા અને સર્વિસ ટેક્સ ચાર્જ લાગશે. એક એપ્રિલથી એસબીઆઈ બ્રાન્ચમાં એક મહિનામાં ત્રણ કેશ ટ્રાન્ઝેક્શન બાદ કરવામાં આવનારા પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર 50 રૂપિયા ચાર્જ આપવો પડશે. એસબીઆઈ દ્વારા ઓછામાં ઓછું બેલન્સ રાખવા પર દંડ લેવાની શરૂઆત કર્યા બાદ અન્ય બેંક પણ આમ કરશે.

  • હોમ
  • બિઝનેસ
  • હવે SBIએ ગ્રાહકોને આપ્યો મોટો ઝાટકો, મિનિમમ બેલન્સ નહીં હોય તો લાગશે ચાર્જ, જાણો ક્યારથી લાગુ થશે નવો નિયમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.