Jioના 303 રૂપિયાવાળા પ્રાઈમ પ્લાનથી Airtel, Vodafone અને Ideaને લાગી શકે છે 17 હજાર કરોડનો ઝાટકો, રિપોર્ટમાં થયો ખુલાસો
ગ્લોબલ બ્રોકરેજ ફર્મનું કહેવું છે કે, દેશની બીજા નંબરની સૌથી મોટી ટેલીકોમ કંપની વોડાફોન ઇન્ડિયા અને ત્રીજી સૌથી મોટી કંપની આઈડિયા સેલ્યુલરે કેટલોક બજાર હિસ્સો ગુમાવવો પડશે. તેનું કારણ એ છે કે, આ બન્ને પાસે ભારતી એરટેલ અને રિલાયન્સ જિઓની તુલનામાં મર્યાદિત ડેટા સ્પેક્ટ્રમ હોલ્ડિંગ છે. તેનાથી ઉલટું, માર્કેટ લીડર ભારીત એરટેલ પોતાના સ્પેક્ટ્રમ અને એક્ઝિક્યૂશનના મામલે મજબૂત હોવાને કારણે નાણાંકીય વર્ષ 2017-18 દરમિયાન 9 ટકા એબિટડા નોંધાવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતી એરટેલના ચેરમેન સુનીલ મિત્તલે હાલમાં જ કહ્યું હતું કે, જિઓના રેટ્સ ટકી નહીં શકે. પ્રતિસ્પર્ધામં આગળ વઘતા એરટેલ 145 રૂપિયા અને 349 રૂપિયાના પ્લાન લાવી ચૂકી છે. જેમાં એક મહિના માટે 14 જીબી ડેટા, પ્રી વોઈસ કોલ જેવી આકર્ષક ઓફર્સ આપવામાં આવીછે. આઈડિયા પણ રેસમાં બની રહેવા માટે 348 રૂપિયાનો પ્લાન લાવ્યું છે જેમાં એક મહિના માટે 14 જીબી ડેટાની સાથે ફ્રી વોઈસ કોલિંગ મળે છે.
બ્રોકરેજ હાઉસ CLSAનું પણ કહેવું છે કે, Jioના પડકારનો ભારતી એરટેલ સરળતાથી સામનો કરી શકે છે. કંપનીની બજારમાં પહેલેથી જ મજબૂત પકડ, સારા એક્ઝિક્યૂશન, મોટી કેપિસિટી સ્પેક્ટ્રમ હોલ્ડિંગથી ફાયદો થશે. એરટેલને તેની સાથે જ 4જી પર થયેલ કેપિટલ ઇનવેસ્ટમેન્ટ અને ડેટા નેટવર્ક એક્સપેંશનના મોર્ચે નજીકના સ્પર્ધક વોડાફોન ઇન્ડિયા અને આઈડિયા સેલ્યુલર કરતાં મળેત ફાયદાથી મદદ મળશે.
બ્રોકરેજ ક્રેડિટ સુઈસનું માનવું છે કે, ભારતીય ટેલિકોમ સેક્ટરની લીડર ભારતીય એરટેલ ટૂંકમાં જ રિલાયન્સ જિયો જેવી ઓફર્સની બરાબર કરી લેશે. સુઇસનું કહેવું છે કે, જિઓની ફ્રી ઓફર્સની બરાબરી કરવાનો કોઈ મતલબ નથી પરંતુ અમારું માનવું છે કે, ભારતી એરટેલે આ નિર્ણય કરી લીધો હશે કે તે જિઓની પેઈડ ઓફર્સની બરાબરી કરી લેશે.
કોટકના આંકલન અનુસાર ટેલિકોમ ઉદ્યોગની આવક વર્ષ 2018માં 157200 કરોડ રૂપિયાની આસપાસ રહી શકે છે, જ્યારે નાણાંકીય વર્ષ 2017ની આવક 174000 કરોડનો અંદાજ છે.
ઉદ્યોગના નિષ્ણાંતોનું કહેવું છે કે, જિયો પ્રાઈમનો 303 રૂપિયામાં 28 જીબી 4જી ડેટા પ્લાન, ફ્રી વોઈસ કોલિંગવાળા પ્લાન કોઈપણ અન્ય નેટવર્કની તુલનામાં સારો છે. બ્રોકરેજ ફર્મ કોટકના અંદાજ અનુસાર જિયો પ્રાઈમથી ઉદ્યોગની આવકમાં 10-15 ટકાનો ઘટાડો આવી શકે છે.
નવી દિલ્હીઃ Reliance Jioનો હાલમાં શરૂ થયેલ 303 રૂપિયાવાળા પ્રાઈમ મેમ્બરશિપ પ્લાનથી Airtel , Idea અને Vodafoneની આવકમાં 17 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો આવી શે છે. બ્રોકરેજ હાઉસ કોટક સિક્યુરિટીએ જારી કરેલ રિપોર્ટમાં કહ્યું છે કે, જો જીઓનો પ્રાઈમ મેમ્બરવાળા પ્લાન હિટ જાય તો એક વર્ષમાં ટેલીકોમ ઉદ્યોગની દિગ્ગજ કંપનીઓને ભારે નુકસાન થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -