ખરાબ એન્જિનને કારણે બંધ થઈ કિંગફિશરઃ માલ્યાએ એક વર્ષ પછી કર્યો ખુલાસો
તમને જણાવીએ કે, DGCA એ ભારતમાં ચાલતા કેટલાક એરબસ 320 નિયો વિમાનોમાં પીએન્ડડબલ્યૂના એન્જિનોની વિસ્તૃત તપાસ કરવાના આદેશ આપ્યા છે. ડીજીસીએએ આવા એન્જિનવાળા 21 વિમાન 320 એરબસની તપાસ માટે આદેશ આપ્યા છે. આ વિમાન અને એરબસ ઇન્ડિગો અને ગો એર કંપનીમાં સેવાઓ આપી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાલ્યાએ કહ્યું કે, અમે પીએન્ડડબલ્યૂ ગ્રુપની આઈએઈ પર કેસ દાખલ કર્યો છે. આ મામલે કિંગફિશરને ખરાબ એન્જિન ઉપલબ્ધ કરાવવાના બદલામાં વળતર મેળવવા માટે અરજી દાખલ કરવામાં આવી છે. જોકે આ મામલે પીએન્ડડબલ્યૂ પ્રવક્તાએ કોઈ ટીપ્પણી કરી નથી.
માલ્યાએ એક અન્ય ટ્વીટમાં કહ્યું કે, પ્રૈટ એન્ડ વિહ્ટની વિમાન એન્જિનની ડીજીસીએ દ્વારા તપાસ કરાવવાને લઈને અચંભિત નથી. કિંગફિશર એરલાઈન્સ પણ દુર્ભાગ્યે ખરાબ એન્જિનને કારણે બંધ થઈ ગઈ.
નવી દિલ્હીઃ બ્રિટેનમાં રહેતા લિકર કિંગ વિજય માલ્યાએ એક વર્ષ બાદ મોટો ખુલાસો કર્યો છે. માલ્યાએ ટ્વીટ દ્વારા કહ્યું કે, કિંગફિશર એરલાઈન્સના વિમાનોનાં ખરાબ એન્જિન તેના બંધ થવાનું મુખ્ય કારણ હતું. માલ્યાએ કહ્યું કે, પ્રૈટ એન્ડ વિહ્ટની પીએન્ડડબલ્યૂની એક ગ્રુપ કંપની પર કિંગફિશર એરલાઈન્સને ખરાબ એન્જિન ઉપલબ્ધ કરાવવા માટે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -