માર્ચ 2018માં મ્યૂચ્યુ્લ ફંડ અને વીમો વેચવાનું શરૂ કરશે પોસ્ટ પેમેન્ટ બેંક, દરેક જિલ્લામાં હશે કાર્યરત
સામાન્ય રીતે અમે એક મંચ ઉપલબ્ધ કરાવીશું અને તેને બધા માટે ખુલુ રાખવાનું વિચારી રહ્યા છીએ પરંતુ આ માત્ર એક કોઈ ખાસ કરારને આધારિત નહીં હોય. તેમણે કહ્યું કે, આઈપીપીબી પહેલા થર્ડ પાર્ટી પ્રોડક્ટનું અધ્યયન કરશે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તે ગ્રાહકો સરળતાથી સમજી શકે.
પોસ્ટલ પેમેન્ટ બેંકે ચાલુ વર્ષે 30 જાન્યુઆરીના રોજ રાયપુર અને રાંચીમાં એક બ્રાન્ચની સાથે પ્રાયોગિક ધોરણે સેવા શરૂ કરી છે. આઈપીપીબીના મંચથી થર્ડ પાર્ટીની પ્રોડક્ટ વેચવાના સવાલ પર સિંહે જણાવ્યું કે, તેમની યોજના માત્ર એવી પ્રોડક્ટ વેચવાની છે જેને ગ્રાહક સરળતાથી સમજી શકે. સિંહે જણાવ્યું કે, થર્ડ પાર્ટી પ્રોડક્ટ વેચીશું પરંતુ સવાલ એ છે કે અમે એટલું જ કરીશું જેટલું અમે કરી શકીએ છીએ.
સરકાર દ્વારા સંચાલિત આઈપીપીબીની સાથે અંદાજે 100 જેટલી દેશી વિદેશી કંપનીએ કરાર કરવામાં રસ દાખવ્યો છે. સિંહે જણાવ્યું કે, આઈપીપીબી સપ્ટેમ્બર 2017થી દેશભરના દરેક જિલ્લામાં કાર્યરત થઈ જશે.
નવી દિલ્હીઃ ભારતી પોસ્ટ પેમેન્ટ બેંક (આઈપીપીબી) 2018ની શરૂઆતમાં અન્ય કંપનીઓના વીમા અને મ્યૂચ્યુઅલ ફંડ પ્રોડક્ટ વેચાવનું શરૂ કરશે. બેંકના મુખ્ય કાર્યકારી અધિકારી એ. પી. સિંહે જણાવ્યું કે, સેવા નોન સ્પેસિફિક કરાર આધારિત શરૂ કરવામાં આવશે. તેનો ઉદ્દેશ એ છે કે આ મામલે કોઈ એક કંપની સાથે કોઈ ખાસ કરાર કરવામાં નહીં આવે.