રાજનની નીતિના કારણે આવી હતી મંદી, નીતિ આયોગે રઘુરામ પર ફોડ્યું ઠીકરું, જાણો બીજું શું કહ્યું
રાજીવે કહ્યું કે મધ્યમ અને નાના સ્તરના વેપારીઓનો ક્રેડિટ ગ્રોથ નકારાત્મક થઇ ગયો છે, મોટા ઉદ્યોગો માટે પણ આ 1થી 2.5 ટકા સુધી ઘટ્યો. ભારતીય અર્થવ્યવસ્થાના ઇતિહાસમાં ક્રેડિટમાં આવેલો આ સૌથી મોટો ઘટાડો હતો. તેઓએ કહ્યું કે નોટબંધી અને વિકાસ ઘટવા વચ્ચે સીધા સંબંધના કોઇ પૂરાવા નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજીવે કહ્યું કે વિકાસ દર ઘટવા માટે નોટબંધી જવાબદાર નથી, રાજીવે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમના આરોપો નકારતા કહ્યું કે 'આ સંપૂર્ણ રીતે ખોટી ધારણા છે અને હું એ વાતથી ડરી રહ્યો છું કે ચિદંબરમ અને આપણા પૂર્વ પીએમ પણ આવું કહ્યું'
રાજીવે કહ્યું કે જ્યારે ભાજપની સરકાર આવી તો આ રાશી ચાર લાખ કરોડ રૂપિયા હતી જે વર્ષ 2017ના મધ્ય સુધીમાં 10.5 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઇ હતી. પૂર્વ આરબીઆઇ ગવર્નર રાજને વધુમાં વધુ નબળી અને નોટ પરફોર્મિંગ એસેટ્સની ઓળખ કરવા માટે પ્રક્રિયા નિર્ધારિત કરી, જેના કારણે બેંકોએ ઉદ્યોગોને લોન આપવાનું બંધ કરી દીધું.
નવી દિલ્હીઃ નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પર મોટો આરોપ લગાવ્યો છે. રાજીવે કહ્યું કે પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની નીતિને કારણે ભારતનો વિકાસ ઘટી રહ્યો છે. સોમવારે રાજીવે કહ્યું કે વિકાસ બેંકિંગ સેક્ટરમાં વધતા એનપીએના કારણે ઘટી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -