બ્રિટેનથી માલ્યાને પરત લાવવા માટે EDને મળી મંજૂરી, બેંકોએ હરાજી માટે રિઝર્વ પ્રાઇસ ઘટાડી
બેંકો તરફથી આ સંપત્તીઓની હજારી કરના એસબીઆઈ કેપ્સ ટ્રસ્ટીએ એક સાર્વજનિક નોટિસમાં કહ્યું છે કે, આ મુખ્ય સંપત્તિઓની હરાજી છ માર્ચના રોજ કરવામાં આવશે. કિંગફિશર હાઉસની હરાજી ચોથી વખત કરવામાં આવી રહી છે અને કિંગફિશર વિલાની ત્રીજી વખત હરાજી કરવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ લિકર કારોબારી વિજય માલ્યાને દેશમાં પરત લાવવા માટે વિસેષ કોર્ટે ઈડીને ભારત-બ્રિટેન એમએલટીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી દીધી છે. માલ્ય પર મની લોન્ડરિંગનો આરોપ છે.
મની લોન્ડરિંગ પ્રિવેન્શન એક્ટ અંતર્ગત કેસની સુનાવણી કરતા એક વિશેષ કોર્ટે ઈડીની અરજીને વિતેલા સપ્તાહે મંજૂરી આપી હતી. ઈડીને ભારત-બ્રિટેન પારસ્પરિક કાયદા સહાયતા સંધિ અંતર્ગત કોર્ટને આ મામલે આદેશ જારી કરવાની અપીલ કરી હતી.
માલ્યા અને તેની બંધ થઈ ગયેલ કિંગફિશર એરલાઈન્સ પર આઈડીબીઆઈ બેંકની સાથે અંદાજે 900 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. ઈડીના અધિકારીઓ અનુસાર કોર્ટના આ આદેશને ગૃહ મંત્રાલયનો મોકલવામાં આવ્યો છે જેથી બ્રિટેનમાં તેની સમકક્ષોની મદદથી આદેશ પર આગળ કામ થઈ શકે. એમએલએટી અંતર્ગત બન્ને દેશોની વચ્ચે આપરાધિક કેસમાં આરોપ વ્યક્તિને ટ્રાન્સફર કરી શકાય છે.
બંધ થઈ ગયેલ કિંગફિશર એરલાઈન્સનો લોન આપનાર 17 બેંકોના કોન્સોર્ટિયમે એક વખત ફરીથી મુંબઈમાં કિંગફિશર હાઉસ અને ગોવામાં કિંગફિશર વિલાની હરાજી કરવાની તૈયારી કરી છે. બેંકોએ આ સંપત્તિઓની હજારી માટે હવે તેની રિઝર્વ પ્રાઈસમાં 10 ટકા ઘટાડો કર્યો છે.
કિંગફિશર એરલાઈન્સનું મુખ્યાલય કિંગફિશર હાઉસની હરાજી માટે રિઝર્વ પ્રાઈસ 103.50 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. આ પહેલા રિઝર્વ પ્રાઈસ 115 રોડ રૂપિયા હતી. જ્યારે ગોવામાં આવેલ કિંગફિશર વિલાની રિઝર્વ પ્રાઈસ ઘટાડીને 73 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.