500 રૂપિયાની 2.2 કરોડ નોટ રોજ છપાય છે, સાતેય દિવસ ત્રણ શિફ્ટમાં કામ કરે છે કર્મચારી
એસપીએમસીઆઈએલ(SPMCIL)ના 11માં સ્થાપના દિવસ સમારોહ પ્રસંગે આ જાણકારી આપવામાં આવી. SPMCILના નવ એકમ છે, જેમાં ચાર મિન્ટ, ચાર પ્રેસ તથા એક પેપર મિલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરટીઆઈ અંતર્ગત જવાબમાં આ ખુલાસો થયો છે કે આઠ નવેમ્બરે જ્યારે નોટબંધીની જાહેરાત કરવામાં આવી ત્યારે રિઝર્વ બેંકની પાસે 2000 રૂપિયાની કુલ 4.95 લાખ કરોડ રૂપિયાની નોટ હતી. તે સમયે આરબીઆઈની પાસે 500 રૂપિયાની એક પણ નોટ ન હતી. બાદમાં 500ની નોટ છાપવામાં આવી હતી. જોકે ગર્ગે એવી કોઈ જાણકારી આપી નહીં કે ક્યા દિવસથી 500 રૂપિયાની નોટ છાપવાનું શરૂ કરવામાં આવ્યું.
સિક્યોરિટી પ્રિન્ટિંગ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (એસપીએમસીઆઈએલ)ના મુખ્ય મેનેજિંગ ડાયરેક્ટર અને આર્થિક મામલાના વિભાગમાં સંયુક્ત સચિવ પ્રવીણ ગર્ગે કહ્યું કે, એક લાખ કરોડ રૂપિયાથી વધારેના મૂલ્યની 500 રૂપિયાની નવી નોટ પહેલા જ છપાઈ ગઈ છે. 500 રૂપિયાની 2.2 કરોડ નોટ પ્રતિ દિવસ છાપવામાં આવી રહી છે.
આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે આ સમારોહમાં કહ્યું કે, નોટોની જરૂરિયાતને પહોંચી વડવા માટે SPMCIL સાત દિવસ,ચોવીસ કલાકમાં ત્રણ શિફ્ટમાં કામ કરી રહી છે.
ગર્ગે જણાવ્યું કે, અમે 500 રૂપિયા તથા અન્ય કિંમતની નોટોનું છાપકામ કરી રહ્યા છીએ, 2000 રૂપિયાની નોટનું નહીં. સૌથી મોટી વાત એ છે કે, એક નિશ્ચિત સંખ્યામાં નોટોનું છાપકામ કરવામાં અમને પહેલા ત્રણ દિવસનો સમય લાગતો હતો તેટલી જ નોટો હવે માત્ર અમુક કલાકોમાં છાપવામાં આવી રહી છે.
નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, એક લાખ કરોડ રૂપિયાથી વધારે મૂલ્યની 500 રૂપિયાની નોટ અત્યાર સુધી છાપવામાં આવી છે. પ્રિન્ટિંગ પ્રેસમાં 500 રૂપિયાની અંદાજે 2.2 કરોડ નોટ રોજ છપાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -