Flipkartએ કડક કરી પોતાની રિટર્ન પોલિસી, હવે આ પ્રોડક્ટ પર નહીં મળે રિફંડ
સ્માર્ટફોનમાં જો કોઇ મુશ્કેલી આવે છે તો પહેલા ટ્રબલશૂટ દ્ધારા મદદ કરવામાં આવશે. તો, 30 દિવસના એક્સચેન્જ વિન્ડો પસંદગીની કેટેગરી જેવી કે ક્લોથિંગ, ફુટવેર, આઇવિયર અને ફેશન એસેસરીઝ માટે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો ડિલિવરીના 10 દિવસ પછી પણ ડિફેક્ટ મળે છે તો કોઇપણ એડિશનલ કોસ્ટ વગર એકસમાન મોડલનું રિપ્લેસમેન્ટ કરવામાં આવશે. જો પ્રોડક્ટ સ્ટોકમાં નથી કે તેને બંધ કરી દેવામાં આવી છે તો માત્ર તેવા કેસોમાં પ્રોડક્ટ કે પાર્ટનું રિફન્ડ સેલર તરફથી આપવામાં આવશે.
ફ્લિપકાર્ટેના સ્પોક્સપર્સને કહ્યું, કંપની તરફથી કસ્ટમર ફ્રેન્ડલી રિફન્ડ પોલિસી આપવામાં આવી રહી છે. કસ્મટર્સ હાલની 1800 કેટેગરીમાંથી 1150 પ્રોડકટ કેટેગરી પર સેલ્ફ સર્વિસ ઓપ્શન દ્ધારા રિફન્ડ્સ માટે એપ્લિકેશન આપી શકે છે. આ ફ્લિપકાર્ટ પર રહેલી કેટેગરીના બે તૃતીયાંશ છે. ફ્લિપકાર્ટ ડેઇલી બેઝિસ પર અંદાજે 25,000 રિફન્ડ્સને પ્રોસેસ કરી રહી છે. તેમાં 60% કેસો એવા છે જ્યાં કસ્ટમર્સને રૂપિયા પાછા લેવા માટે રાહ નથી જોવી પડતી કારણ કે તે તરત પ્રોસેસ થઇ જાય છે.
ફ્લિપકાર્ટે ઘણી પોપ્યુલર પ્રોડકટ્સ જેવી કે મોબાઇલ એસેસરીઝ (Accessories), પર્સનલ કેર એપ્લાયન્સિઝ, કોમ્પ્યુટર અને કેમેરા એસેસરીઝ, ઓફિસ ઇક્વિપમેન્ટ અને ગેમ્સ એન્ડ સ્માર્ટ વિયરવેલ પર રિફન્ડ નહીં આપે. તો, મોબાઇલ ફોન, કન્ઝ્યુમર અપ્લાયન્સિઝ (એસી, ફ્રિઝ, ટીવી) અને ફર્નીચર પર શરતોની સાથે રિફન્ડ આપવામાં આવશે.
નવી દિલ્હીઃ દેશની ટોપ ઈ-કોમર્સ કંપનીઓમાંથી એક ફ્લિપકાર્ટે પોતાની રિફંડ પોલિસી કડક બનાવી છે. ફ્લિપકાર્ટ પર હવે તમે મોબાઈલ, પર્સનલ કેર એપ્લાયન્સ, કોમ્પ્યૂટર, કેમેરા, ઓફિસ ઉપકરણ, ફર્નીચર અને સ્માર્ટ બિયરેબલ્સની ખરીદી કરો છો તો રિફંડ નહીં મળે. કંપનીનું કહેવું છે કે, તેના વેન્ડર્સનો ઓપરેશનલ ખર્ચ ઓછો કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -