PNB કૌભાંડના આરોપી નિરવ મોદીના ઘરે ઇડીના દરોડા, અત્યાર સુધી 7,638 કરોડની સંપત્તિ જપ્ત
ઇડીના એક અધિકારીએ જણાવ્યું કે સીબીઆઇની એક ટીમે ગુરુવારે નીરવ મોદીના મુંબઇ સ્થિત ઘર સમુદ્ર મહલ પર દરોડા પાડ્યા હતા. તેમણે કહ્યું કે આ રેડ શનિવાર સવાર સુધી ચાલી હતી. આ દરમિયાન 15 કરોડ રૂપિયાની એન્ટિક જ્વેલરી, 1.40 કરોડ રૂપિયાની મોંઘી ઘડિયાળો અને 10 કરોડ રૂપિયાના પેઇન્ટિંગને જપ્ત કરવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઇડીએ દેશ છોડીને ભાગી જનાર નીરવ મોદીને સમન જાહેર કર્યા બાદ પણ હાજર ન થતા તેની વિરુદ્ધ વૈશ્વિક ધરપકડ વૉરંટ માટે ઈન્ટરપોલને પણ સૂચના આપી છે. જેના પર મુંબઈની એક વિશેષ અદાલતે ઈડીના અનુરોધ પર તેની વિરુદ્ધ ગેર જમાનતી વોરંટ પણ જાહેર કર્યું છે.
તપાસ એજન્સીએ રૂ.13,540 કરોડના ફ્રોડ કેસમાં ડાયમંડ જ્વેલર અને તેના મામા ગીતાંજલિ ગ્રુપના મેહુલ ચોક્સી સામે અન્ય એક કેસ દાખલ થયા પછી આ કાર્યવાહી કરી છે. અત્યાર સુધીમાં દેશભરમાં 251 પ્રોપર્ટીઝ પર દરોડા પડી ચૂક્યા છે. તેમાં ડાયમન્ડ, ગોલ્ડ, પ્રેશિયસ અને સેમી પ્રેશિયસ સ્ટોન્સ અને મોતી કબજે કરવામાં આવ્યા છે. આ મામલે અત્યાર સુધી 7,638 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ જપ્ત કરી છે.
નવી દિલ્લી: પંજાબ નેશનલ બેન્કો કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદીના મુંબઇ સ્થિત ઘર પર દરોડા પાડ્યા હતા. કાર્યવાહીમાં 26 કરોડ રૂપિયાની જ્વેલરી, ઘડિયાળ અને અમૃતા શેરગિલ અને એમ એફ હૂસેનની કિંમતી પેઇન્ટિંગ જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ઇડીએ 10 કરોડ રૂપિયાની વિંટી પણ જપ્ત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -