JIOને ટક્કર આપવા કંપનીએ રજૂ કરી રોજના 5GB ડેટા પ્લાનની ધમાકેદાર ઓફર
998 રૂપિયાના આઈડિયા પેકમાં 100 યૂનિક નંબરને દર અઠવાડિયે, 1000 મિનિટ પ્રતિ વીક અને 250 મિનિટ પ્રતિ દિવસની વોઈસ કોલિંગ વેલિડિટી છે. લિમિટ પાર કરવા પર યુઝર્સને 1 પૈસા પ્રતિ સેકન્ડના હિસાબથી લોકલ અને એસટીડી કોલ્સ માટે ચાર્જ ચૂકવવો પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પેકની સાથે આઈડિયાની મેજિક ઓફર આવી રહી છે. જેના અંતર્ગત પ્રીપેઈડ સબ્સક્રાઈબર્સને 3300 રૂપિયા સુધી કેશબેક મળશે. આ કેશબેક આઈડિયા એપ અથવા વેબસાઈટથી રિચાર્જ કરવા પણ મળશે.
જિયો પોતાની આ ઓફરમાં યુઝર્સને 5GB 4G ડેટા પ્રતિદિવસ આપે છે. આ સાથે યુઝર્સને અનલિમિટેડ કોલ્સ અને એસએમએસ પણ મળે છે. આ પેકની વેલિડિટી 28 દિવસની છે. એરટેલના 799 રૂપિયાના પ્લાનમાં સબ્સક્રાઈબર્સને 3.5GB 4G ડેટા પ્રતિ દિવસ મળે છે. આ પેકની વેલિડિટી પણ 28 દિવસની છે.
નવી દિલ્હીઃ Jioને ટક્કર આપવા માટે આઈડિયાએ બે નવા પ્લાન લોન્ચ કર્યા છે. આ બન્ને પ્લાન્સમાં યૂઝરે સારો એવો ડેટા મળી રહ્યો છે. આઈડિયાના એક પ્લાનમાં યૂઝરને 5 જીબી ડેટા આપવામાં આવશે. ઉપરાંત તેમાં યૂઝરને અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આપવામાં આવશે. સાથે જ 100 એસએમએસ પણ કરવા મળશે. પ્લાનમાં રોજ 250 મિનિટ અને સપ્તાહમાં 1000 મિનિટની કોલિંગ લિમિટ છે. જો યૂઝર તેનાથી વધારે કોલ કરશે તો તેના માટે અલગથી ચાર્જ આપવો પડશે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનની કિંમત 998 રૂપિયા હશે. જ્યારે અન્ય પ્લાન 1298 રૂપિયાનો છે જેમાં યૂઝર્સને રોજ 7 જીબી ડેટા વાપરવા મળશે અને પ્લાનની વેલિડિટી 35 દિવસની હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -