આ છે વિશ્વની સૌથી મોંઘી ચોકલેટ, કિંમત જાણીને મોઢું થઈ જશે કડવું
આ ચોકલેટ બનાવનારા ડેનિયલ ગોમ્સ છેલ્લા એક વર્ષથી તેને તૈયાર કરવા મહેનત કરતા હતા. આ માત્ર ચોકલેટ જ નથી પરંતુ તેનું પેકેજિંગ પણ ચર્ચાનો વિષય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ચોકલેટ 1000 બોનબોન્સની લિમિટેડ એડિશનનો હિસ્સો છે. ચોકલેટ બનાવવામાં કેસર, વાઇટ ટ્રૂફલ, મેડગેસ્કરથી મંગાવવામાં આવેલી વેનીલા અને ગોલ્ડ ફ્લેક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
અહેવાલ મુજબ આ એક્સક્લુસિવ 23 કેરેટ ગોલ્ડ પ્લેટેડ ચોકલેટ છે. જેને ગ્લોરિયસ નામ આપવામાં આવ્યું છે. જેની કિંમત 7,728 યુરો એટલે કે 6.20 લાખ રૂપિયા છે.
નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ ચોકલેટ ફેસ્ટિવલ દરમિયાન પોર્ટુગલના ઓબિર્દુશ શહેરમાં ચોકલેટ પ્રેમીઓને વિશ્વની સૌથી મોંધી ચોકલેટ બૉનબૉનને જોવાનો મોકો મળ્યો હતો.
ચોકલેટના પેકેટ પર કાળા રંગનું વુડન બેસ છે. જેના પર સોનાથી સીરિયલ નંબર છપાયેલો છે અને ક્રિસ્ટલનો ક્લોશ છે. ઉપરાંત પેકેટ પર હજારો સ્વરોસ્કી ક્રિસ્ટલ અને પર્લ્સ લાગેલા છે. ઉપરાંત પેકેટ પર સોનાનું રિબન હેન્ડલ પણ લાગેલું છે..
- - - - - - - - - Advertisement - - - - - - - - -