આધાર નંબર વગર પણ પેંશન ખાતામાંથી ઉપાડી શકાશે રૂપિયા, EPFOએ આપી મંજૂરી
10 વર્ષથી ઓછી સર્વિસ ધરાવતા સબસ્ક્રાઇબર્સ તેમના પેન્શન એકાઉન્ટમાં એકઠી થયેલી રકમ ઉપાડવા ફોર્મ 10C ભરીને ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ ક્લેમ કરી શકે છે. જોકે ફોર્મ 10D દ્વારા પેન્શન ફિક્સેશન માટે ક્લેમ કરનારા સબસ્ક્રાઇબર્સે આધાર નંબર કે એનરોલમેન્ટ સ્લિપ આપવા પડશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ કર્મચારી ભવિધ્ય નિધિ સંગઠન (EPFO)એ ખાતાધારકોને આધાર નંબર વગર પણ પેંશન ખાતામાંથી રૂપિયા ઉપાડવાની છૂટ આપી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સભ્ય રૂપિયા ઉપાડવા માટે ક્લેમ ફોર્મ ભરે છે, તેને આધાર આપવાની જરૂરત નથી. આ પહેલા જે આદેશ આપવામાં આવ્યો હતો તેમાં આધારને ફરજિયાત કરવામાં આવ્યું હતું.
અગાઉ જાન્યુઆરીમાં EPFOએ તેની વિવિધ સામાજિક સુરક્ષા યોજનાઓ હેઠળના લાભ મેળવવા આધાર નંબર સબમિટ કરવાનું પેન્શનર્સ તેમ સબસ્ક્રાઇબર્સ માટે ફરજિયાત બનાવ્યું હતું.
નિર્ણય પાછળનું કારણ આપતા અધિકારીએ કહ્યું કે ફોર્મ 10C હેઠળના ક્લેમ માટે આધાર નંબર સબમિટ કરવાની જરૂરિયાતના કારણે વિડ્રોઅલના કેસોના સેટલમેન્ટમાં કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા, જેથી હાલ વિડ્રોઅલ કેસોમાં નહીં પણ માત્ર ફોર્મ 10D હેઠળ પેન્શન ફિક્સેશન માટે આધાર નંબર મેળવવાનું ફરજિયાત રખાયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -