નોકરીયાત વર્ગને વધુ એક ફટકો, EPFOના વ્યાજદરમાં થયો ઘટાડો
ઉલ્લેખનીય છે કે ઈપીએફઓ દ્વારા 2016-17 માટે 8.65% વ્યાજદર નક્કી કરવામાં આવ્યો હતો. જે 2015-16માં 8.8% હતો. એટલે કે સતત બીજા વર્ષે વ્યાજ દર ઘટાડવામાં આવ્યો છે. બજેટમાં પણ નોકરીયાત અને મધ્યમ વર્ગને સરકારે કોઈ મોટી રાહત આપી નથી. ઇન્કમ ટેક્સ સ્લેબમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેથી ઈપીએફઓના આ ફેંસલાથી નોકરીયાત વર્ગ નિરાશ થશે તે નક્કી છે.
ઈપીએફઓ નાણાંકીય વર્ષ 2017-18 માટે જૂનો વ્યાજ દર જાળવી રાખશે તેવી આશા વ્યક્ત કરવામાં આવતી હતી. ઈપીએફઓના ઇક્વિટી પોર્ટફોલિયોમાં ઠીકઠાક પ્રોફિટ બુકિંગ હોવાના કારણે આમ માનવામાં આવતું હતું. આ ઉપરાંત ઈપીએફઓ દ્વારા ચાલુ મહિને 2886 કરોડ રૂપિયાના એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ વેચ્યા છે. પરંતુ સરકારે વ્યાજદરમાં ઘટાડો કર્યો હોવાથી નોકરિયાત વર્ગમાં નારાજગી છે.
નવી દિલ્હીઃ દેશમાં નોકરીયાત લોકો માટે માઠા સમાચારા છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા વર્ષ 2017-18 માટે વ્યાજદર ઘટાડવામાં આવ્યા છે. સરકારે ચાલુ વર્ષ માટે 8.55% વ્યાજ દર નક્કી કર્યો છે, જે ગત વર્ષે 8.65% હતો. પ્રોવિડેન્ટ ફન્ડ ડિપોઝિટ પર વ્યાજનો આ ફેંસલો બુધવારે ઈપીએફઓની સેન્ટ્રલ બોર્ડના ટ્રસ્ટીઓની બોર્ડ મીટિંગમાં લેવામાં આવ્યો.