ડિસેમ્બર સુધીમાં UPના દરેક ગામમાં જિયો પહોંચશે, યોગી આદિત્યનાથ છે કર્મયોગીઃ મુકેશ અંબાણી
મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ ગ્રુપ દરેક સ્તર પર ઉત્તર પ્રદેશની મદદ કરવા તૈયાર છે. મને યુપીની સેવા કરવાનો મોકો મળ્યો તે મારા માટે મહત્વપૂર્ણ છે. તેમણે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને કર્મયોગી ગણાવ્યા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાત કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની ફાઇલ તસવીર.
મુકેશ અંબાણીએ કહ્યું કે, આ નવું ઉત્તર પ્રદેશ છે. ઉત્તર પ્રદેશ ઉત્તમ પ્રદેશ બને તેવું મોદીનું સપનું છે. યુપી આગળ વધશે તો દેશ ગ્લોબલ પાવર બનશે. અંબાણીએ કહ્યું કે, વડાપ્રધાને મને પૂછ્યું હતું કે શું આ સપનું પૂરું થશે. હું કહું છું કે સપનું જરૂર પૂરું થશે અને આપણે બધા મળીને પૂરું કરીશું.
મુકેશ અંબાણીએ કહ્યું કે, જ્યારે મુખ્યમંત્રી મુંબઈ આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશને આગળ લઈ જવું છે. જિયોને યુપીના દરેક ગામ સુધી પહોંચાડવું છે. અમે યુપીના દરેક ગામમાં જિયો પહોંચાડવાનો ફેંસલો લીધો છે. ડિસેમ્બર સુધી દરેક ગામને અમે જિયો કનેક્ટિવિટી સાથે જોડી દઇશું.
લખનઉઃ યુપી ઇન્વેસ્ટર્સ સમિટના ઉદ્ઘાટન સત્રમાં બોલતા રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીએ ઉત્તર પ્રદેશએ મોટું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, જિયોમાં 10,000 કરોડનું રોકાણ કરવાની સાથે યુપીમાં એક લાખ લોકોને રોજગારી આપીશું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -