EPFOએ આધાર નંબર આપવાની સમય મર્યાદા વધારી, હવે 31 માર્ચ સુધી જમા કરાવી શકાશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 Feb 2017 07:43 AM (IST)
1
નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પોતાના ચાર કરોડથી વધારે ખાતાધારકોને માટે આધાર નંબર આપવાની સમય મર્યાદા વધારીને 31 માર્ચ કરી છે. આ પહેલા ઈપીએફઓએ આધાર નંબર જમા કરાવવાની સમય મર્યાદા 28 ફેબ્રુઆરી નક્કી કરી હતી.
2
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ પેન્શનર્સ અને ખાતેદારો તેમના લાઈફ સર્ટિફિકેટ ઈલેક્ટ્રોનિકલી સબમિટ કરી શકે અને તેને આધાર નંબર સાથે લિન્ક કરી શકે તે માટે હવે ૩૧ માર્ચ સુધીનો સમય છે.
3
અગાઉ નવેમ્બરમાં ઈપીએફઓએ આ માટે ૧૫ જાન્યુઆરી સુધીનો સમય આપ્યો હતો. ત્યારબાદ તારીખ લંબાવીને ૨૮ ફેબ્રુઆરી કરવામાં આવી હતી. ઈપીએફઓએ પેન્શનર્સ અને તમામ ખાતેદારો માટે આધાર નંબર ફરજિયાત બનાવી દીધો છે. લાઈફ સર્ટિફિકેટ પણ હવે બેન્કો મારફતે મેન્યુઅલી સ્વીકારવાનું બંધ કરી દેવાયું છે.