હવે નોકરી છોડ્યાના 1 મહિના પછી ઉપાડી શકાશે 75 ટકા PF, જાણો શું છે નવો નિયમ
ગંગવારે કહ્યું કે, ‘અમે ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ) મેન્યુફેક્ચર4સ એસબીઆઈ અને યુટીઆઈ મ્યૂચ્યુઅલ ફંડની સમય મર્યાદા પણ 1 જુલાઈ 2019 સુધી વધારી દીધી છે.’ તેમણે કહ્યું કે, ટૂંક સમયમાં જ ઈટીએફમાં રોકાણ 1 લાખ કરોડને પાર કરી જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ નવી યોજના અંતર્ગત વ્યક્તિ પોતાનું પીએફ અકાઉન્ટ ચાલુ રાખી શકે છે અને તેનો ઉપયોગ બીજી નોકરી મળવા પર કરી શકે છે. પહેલા પ્રસ્તાવ રખાયો હતો કે 60 ટકા રકમ જ ઉપાડી શકાશે, પરંતુ સીબીટીએ આ મર્યાદા 75 ટકા કરી દીધી.
ઈપીએફઓના સેન્ટ્રલ બોર્ડના ચેરમેન અને શ્રમ મંત્રી સંતોષ કુમાર ગંગવારે કહ્યું કે, ‘અમે યોજનામાં સંશોધન કરવાનો નિર્ણય કર્યો છે. તે અંતર્ગત નોકરી છોડ્યાના એક મહિના બાદ 75 ટકા રકમ ઉપાડી શકશે અને ઈપીએફઓમાં સાથે અકાઉન્ટ પણ જળવાઈ રહેશે.’ વર્તમાન વ્યવસ્થામાં કોઈપણ કર્મચારી નોકરી છોડ્યાના બે મહિના બાદ પોતાનું પૂરેપુરુ ફંડ ઉપાડી શકે છે.
નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સભ્યોની પાસે હવે એક મહિના સુધી બેરોજગાર રહેવાની સ્થિતિમાં 75% સુધીની રકમ ઉપાડવાનો વિકલ્પ હશે. આ રીતે તે પોતાનું ખાતું પણ ચાલુ રાખી શકશે. શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે મંગળવારે ઈપીએફઓના ટ્રસ્ટીની બેઠક બાદ આ જાણકારી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -