4 કરોડ નોકરીયાત વર્ગ માટે સરકાર લોન્ચ કરશે હાઉસિંગ સ્કીમ, જાણો કેવી રીતે મળશે ફાયદો
કોઈપણ વિવાદના મામલે ઈપીએફઓ કાયદાકીય લડાઈમાં પક્ષકાર નહીં બને અને ગ્રુપ હાઉસિંગ સોસાયટીને જ બેંક અથવા બિલ્ડર સાથે પોતાના વિવાદનું સમાધાન લાવવાનું રહેશે. કોઈપણ વિવાદમાં ઈપીએફઓની પાસે એ અધિકાર હશે કે તે ગ્રુપ હાઉસિંગ સોસાયટીના કાર્યકારી પ્રમુખની અપીલ પર ડાઉન પેમેન્ટ અથવા માસિક હપ્તાની ચૂકવણી રોકી દે.
સૂત્રોએ જણાવ્યું કે, સભ્યોની સાથે સાથે તેના એમ્પ્લોયર્સે એક ગ્રુપ હાઉસિંગ સોસાયટી બનાવવાની જરૂરત રહેશે, જે આગળ બેંક અને બિલ્ડર્સ અથવા વેન્ડર્સ સાથે કરાર કરશે જેથી ઈપીએફઓના સભ્ય ઘર ખરીદી શકે. આ યોજના અંતર્ગત એ વાતની પરિકલ્પના કરવામાં આવી છે કે, આ સુવિધાનો લાભ લેવા માટે ગ્રુપ હાઉસિંગ સોસાયટીમાં ઓછામાં ઓછા 20 સભ્યોએ હોવા જરૂરી છે.
નવી દિલ્હીઃ કર્મચારી ભવિધ્ય નિધિ સંગઠન (EPFO)એ પોતાના ચાર કરોડથી વધારે સભ્યો માટે આવતા મહિનાથી એક હાઉસિંગ સ્કીમ લોન્ચ કરશે. આ યોજના અંતર્ગત કર્મચારીઓને પોતાનું ઘર ખરીદવા માટે પોતાના ઈપીએફ એકાઉન્ટમાંથી ડાઉનપેમેન્ટ અને ઈએમઆઈની ચૂકવણી કરવા માટે મંજૂરી આપવામાં આવશે.
સૂત્રો અનુસાર સભ્યોને ઈપીએફઓની આ સ્કીમનો લાભને કેન્દ્ર અને રાજ્ય સરકારની જુદી જુદી યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની સાથે જોડવાની મંજૂરી હશે. આ સ્કીમ ઔપચારિક ક્ષેત્રના કર્મચારીઓને તેની ક્રેડિટ યોગ્યતા સિદ્ધ કરવામાં મદદ કરશે. ઈપીએફઓ સભ્યોની પેમેન્ટ ક્ષમતા અને લોન ચૂકવવાની યોગ્યતાના સંકેત આપનાર પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવશે.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર આ સ્કીમ 8 માર્ચ બાદ લોન્ચ કરવામાં આવી શકે છે. આઠ માર્ચના રોજ પાંચ રાજ્યોમાં મતદાન પૂર્ણ થઈ જશે અને 11 માર્ચે પરિણામ આવશે. તેમણે કહ્યું કે, યોજના અંતર્ગત ઈપીએફઓ પોતાના સભ્યો માટે સપોર્ટ પ્રોવાઈડર તરીકે કામ કરશે જેથી સભ્યો પોતાની નોકરી દરમિયાન પોતાના માટે ઘર ખરીદી શકે.