Tata Motors લાવશે હવાથી ચાલતી કાર, 70 રૂપિયામાં ચાલશે 200km
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કાર રૂ. 70માં 200 કિલોમીટર ચાલશે. કારની સ્પીડ, કિંમત અને અન્ય વિગતો અંગે કંપની તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી. આગળ જુઓ કારની વધુ તસવીરો...
આ કાર અન્ય કારની સરખાણીમાં હળવી હશે જે એલ્યુમિનિયમની ફ્રેમથી બનશે.
ભવિષ્યની કારોને બનાવવાની સાથે કંપની પર્યાવરણને થઈ રહેલા નુકસાનને પણ કઈ રીતે રોકી શકાય તે દિશામાં કામ કરી રહી છે.
ટાટા મોટર્સની ટેક્નોલોજીને આગળ વધારવા માટે હાલમાંજ TAMO નામની બ્રાન્ડ બનાવી છે.
ટાટા આ નવા એરપોડ પ્રોજેક્ટ પર મોટર ડેવલપમેન્ટ ઇન્ટરનેશનલ (MDI)ની સથે મળીને કામ કરી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર આવતા 3 વર્ષમાં ટાટા આ કારને બજારમાં લાવશે. આ કારની સૌથી મોટી ખાસિયત એ હશે કે તે માત્ર 70 રૂપિયામાં 200 કિલોમીટર સુધી દોડશે.
નવી દિલ્હીઃ તમે ડીઝલ, પેટ્રોલ અને ગેસથી ચાલતી ઘણી કાર જોઈ હશે અને ચલાવી હશે. પણ ફ્યુચર કારની વાત કરીએ તો પાણી અને હાઈડ્રોજનથી ચાલતી કાર પણ હવે માર્કેટમાં આવે તો નવાઈ ન પામતા. દેશની મોટી કાર નિર્માતા કંપની Tata Motors ટૂંકમાં હવાથી ચાલતી કાર લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -