✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અંબાણીની કંપની સામે સુપ્રીમ કોર્ટમાં થઈ અરજી, 550 કરોડ રૂપિયા ન ચુકવ્યાનો છે આરોપ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Oct 2018 07:49 AM (IST)
1

રિલાયન્સે ડેડલાઇન પૂરી થઈ ગયા હોવા છતાં ચુકવણી કરી નથી. જે બાદ એરિક્સન આ મુદ્દે ફરીથી સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. ઈકોનોમિક ટાઇમ્સના અહેવાલ મુજબ રિલાયન્સ કમ્યુનિકેશને એરિક્સનને આ ડેડલાઇન 60 દિવસ સુધી વધારવા અપીલ કરી હતી, પરંતુ એરિક્સને આ વાતને ફગાવી દીધી હતી. બાકી દેવું નહીં ચુકવવાના કારણે રિલાયન્સને દેવાળું ફૂંકેલી કંપનીમાં સમાવેશ કરવામાં આવી શકે છે.

2

નવી દિલ્હીઃ ટેલિકોમ ઉપકરણો બનાવતી સ્વીડિશ કંપની એરિક્સને રિલાયન્સ કમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણી સામે સુપ્રીમ કોર્ટના ઓર્ડરની અવગણના કરવા સંદર્ભે એક અરજી દાખલ કરી છે. એરિક્સને આ અરજી નિર્ધારિત સમયમર્યાદા સુધીમાં 550 કરોડ રૂપિયા નહીં ચુકવવાના કારણે કરી છે. સુપ્રીમ કોર્ટે રિલાયન્સ કમ્યુનિકેશનને સપ્ટેમ્બરના અંત સુધીમાં એરિક્સનને લેણાની બાકી રકમ ચુકવવા આદેશ કર્યો હતો.

3

2014માં એરિક્સન અને રિલાયન્સ કમ્યુનિકેશન વચ્ચે એક સમજૂતી થઈ હતી. જે મુજબ એરિક્સને 7 વર્ષ સુધી રિલાયન્સ કમ્યુનિકેશનના દેશભરમાં પથરાયેલા ટેલિકોમ નેટવર્કને મેનેજ અને ઓપરેટ કરવાનું હતું. આશે 1000 કરોડ રૂપિયાની ડીલનું રિલાયન્સ દ્વારા હજુ ચુકવણુ નથી કરવામાં આવ્યું.

4

જો આમ થશે તો રિલાયન્સ કમ્યુનિકેશન અને જિયો વચ્ચે સ્પેક્ટ્રમના વેચાણ સંબંધિત ડીલ પર ખતરો ઉભો થઈ શકે છે. જેનાથી 46000 કરોડ રૂપિયાના દેવામાં ડૂબેલી રિલાયન્સને મોટો ઝટકો લાગશે. આ મુદ્દે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLAT) 3 ઓક્ટોબરે સુનાવણી કરશે. જ્યારે સુપ્રીમ કોર્ટ 4 ઓક્ટોબરે સુનાવણી કરશે.

  • હોમ
  • બિઝનેસ
  • અંબાણીની કંપની સામે સુપ્રીમ કોર્ટમાં થઈ અરજી, 550 કરોડ રૂપિયા ન ચુકવ્યાનો છે આરોપ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.