31 માર્ચ બાદ પણ રિલાયન્સ જિયોથી કોલિંગ માટે નહીં લાગે ચાર્જ, ઇન્ટરનેટ માટે આપવા પડશે માત્ર 100 રૂપિયા
ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીએ સપ્ટેમ્બર 2016માં પોતાની મોબાઇલ સેવા લોન્ચ કરી હતી. ત્યારે કંપનીએ 31 ડિસેમ્બર સુધી ફ્રી કોલિંગ અને ડેટા સર્વિસ આપવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદ કંપનીએ 2017 માટે હેપ્પી ન્યૂ યર પ્લાન લોન્ચ કર્યો હતો. જેમાં કોલિંગ અનલિમિટેડ છે, પરંતુ ફ્રી ડેટાની મર્યાદા પ્રતિ દિવસ માટે 1 કરવામાં આવી હતી.
વિતેલા વર્ષે 5 સપ્ટેમ્બરે લોન્ચ થયેલ રિલાયન્સ જિયોના સબ્સક્રાઈબરની સંખ્યા 7.24 કરોડે પહોંચી ગઈ છે. ફ્રી કોલિંગ અને ડેટા સર્વિસને કારણે કંપની સાથે અનેક નવા ગ્રાહકો જોડાયા છે. વિતેલા મહિને એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, માર્ચ અંત સુધી રિલાયન્સ જિયોની પાસે 10 કરોડ ગ્રાહકો હશે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો 4જીના ગ્રાહકો માટે એક Good News છે. 31 માર્ચ સુધી રિલાયન્સ જિયો પર ઇન્ટરનેટની સાથે સાથે વોયસ કોલિંગ સંપૂર્ણ રીતે ફ્રી છે. જુદા જુદા મીડિયા અહેવાલ અનુસાર 31 માર્ચ બાદ પણ રિલાયન્સ જિયો જે નવો ટેરિફ પ્લાન લોન્ચ કરશે તેમાં પણ કોલિંગ માટે કોઈ ચાર્જ લેવામાં નહીં આવે.
મીડિયા અહેવાલ અનુસાર, જિયોના ગ્રાહકોએ માત્ર ઇન્ટરનેટના ઉપયોગ માટે 100 રૂપિયા આપવા પડશે, જે 3 મહિના માટે માન્ય હશે. એટલે કે 100 રૂપિયાના રિચાર્જ કરાવ્યા બાદ ગ્રાહક 30 જૂન સુધી સુવિધાઓનો લાભ લઈ શકશે.
અહેવાલ અનુસાર રિલાયન્સ જિયો હાલમાં પણ લોકોની મનપસંદ યોજના પર કામ કરી રહ્યું છે. જોકે, રિલાયન્સ જિયો તરફથી આ અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી.