4 રૂપિયા સુધી સસ્તા થઈ શકે છે પેટ્રોલ-ડીઝલ, આજે સરકારની મહત્ત્વની બેઠક
નવી દિલ્હીઃ સતત 10માં દિવસે પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થયો છે. રોજ સરેરાશ પેટ્રોલમાં 30 પૈસા અને ડીઝલની કિંમતમાં 26 પૈસાનો વધારો થયો છે. પરંતુ હવે પેટ્રોલ ડીઝલની વધતી કિંમતની વચ્ચે સામાન્ય માણસને રાહત આપવાની તૈયારીમાં છે સરકાર. ઓઈલ કંપનીઓ ભલે કિંમત ઘટાડવા તૈયાર ન હોય. પરંતુ સરકાર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરશે તો રાહત મળી શકે છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, નાણાં મંત્રાલય એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડા માટે તૈયાર છે. જોકે, અંતિમ નિર્ણય પ્રધાનમંત્રી કાર્યાલય કરશે. ધારણા છે કે, આ ઘટાડા બાદ પેટ્રોલ ડીઝલ 2થી 4 રૂપિયા પ્રતિ લિટર સસ્તા થઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપેટ્રોલ ડીઝલની કિંમત રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગઈ છે. દિલ્હીમાં પેટ્રોલ 77.17 તો ડીઝલ 68.34 રૂપિયા પ્રતિ લિટર છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 84.99 રૂપિયા અને ડીઝલ 72.75 રૂપિયા પ્રતિ લિટરે પહોંચી ગયું છે.
પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનની ઓઈલ કંપનીઓ સાથે આજે બેઠક થવાની છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર સરકાર જાણવા માગે છે કે, ઓઈલ કંપનીઓ પાસે કેટલો સ્ટોક છે. એવું કહેવાય છે કે, સરકાર જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓ IOC, HPCL અને BPCLને પેટ્રોલ ડીઝળની કિંમત યથાવત રાખવા માટે કહી શકે છે. જોકે તેના કારણે ઓઈલ કંપનીઓ પર ભાર પડશે.
નાણાં મંત્રાલયે પીએમઓને પેટ્રોલ ડીઝલ કિંમત સાથે જોડાયેલ તમામ જાણકારી ઉપલબ્ધ કરાવી દીધી છે. વિતેલા 10 દિવસમાં જે રીતે પેટ્રોલ ડીઝલની કિંમત વધી છે તેને જોતા એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડાની માગ ઉઠી છે. પેટ્રોલિયમ પ્રધાન પણ ભાવ ઘટાડા માટેનો ઈશારો કરી ચૂક્યા છે. આશા છે કે આ મામલે આજે કોઈ સકારાત્મક નિર્ણય આવી શકે છે.
મોદી સરકાર કેન્દ્રમાં આવી ત્યારથી 2016 સુધીમાં 9 વખત એક્સાઈઝ ડ્યૂટીમાં વધારો થયો છે અને ત્યાર બાદ માત્ર એક વખત સરકારે એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે.
એક્સાઈઝ ડ્યૂટીમાં 1 રૂપિયાનો ઘટાડો કરવા પર સરકારને અંદાજે 140 રૂપિયાનો બોજ પડે છે. તેવી જ રીતે 2 રૂપિયાના ઘટાડા પર 280 અબજ રૂપિયાનો બોજ પડે છે. આમ તો એક્સાઈઝ ડ્યૂટી 4 રૂપિયા સુધી ઘટાડવામાં આવે તો સરકારને 560 અબજ રૂપિયા સુધીનો બોજ પડી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -