ટાટા મોટર્સે બંધ કર્યું આ બે કારનું પ્રોડક્શન, જાણો વિગતે
નવી દિલ્હીઃ ઓટોમેકર ટાટા મોટર્સે પોતાની કોમ્પેક્ટ સિડાન ઇન્ડિગો અને કોમ્પેક્ટ હેચબેક ઇન્ડિકાનું પ્રોડક્શન બંધ કર્યું છે. કંપની અનુસાર, આ સેગમેન્ટમાં જરબદસ્ત સ્પર્ધા હોવાની સાથે સાથે કારનું વેચાણ ઘટી જવાને કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSIAM દ્વારા જારી ડેટા અનુસાર કારમેકર કંપનીએ નાણાંકીય વર્ષ 2018માં ઇન્ડિકાના 2583 યૂનિટ્સ અને ઇન્ડિગોના 1756 યૂનિટ્સ વેચ્યા છે. આ કારણે એપ્રિલ 2018માં બન્ને કારનું કોઈ પ્રોડક્શન નથી થયું અને નથી તેનું વેચાણ થયું.
ટાટા મોટર્સે એપ્રિલ 2018માં 187321 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું અને 22 ટકાનો ગ્રોથ જોવા મળ્યો હતો. જ્યારે વિતેલા વર્ષે આ જ સમય ગાળામાં 153151 યૂનિટ્સનું વેચાણ કર્યું હતું. આ ગ્રોથ મુખ્ય રીતે હાલમાં લોન્ચ થયેલ મોડલ્સ જેમ કે નેક્સોન અને હેક્સાથી મળ્યો છે. ઉપરાંત કોમ્પેક્ટ હેચબેક ટિયાગોનું વેચાણ પણ વધ્યું છે. જ્યારે ઇન્ડિગો અને ઇન્ડિકાનું વેચાણ ધારણાં કરતાં ખૂબ જ ઓછું રહ્યું છે.
એટલું જ નહીં, ઉદ્યોગ સંસ્થા સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરક્સ (SIAM)એ જે સેલ્સ અને પ્રોડક્શનના આંકડા જારી કર્યા છે તે પણ આ તરફ જ ઇશારો કરે છે.
જોકે, કંપની હાલમાં જેમની પાસે આ કાર છે તેમને જરૂરી માર્કેટ સર્વિસ ઉપલબ્ધ કરાવતી રહેશે. આ મામલે ઉત્તર ભારતના એક ડીલરે જણાવ્યું કે, કંપનીએ આ બન્ને કારનું પ્રોડક્શન બંધ કર્યું છે અને આ કારના છેલ્લો સ્ટોક્સ સપ્લાઈ કરવામાં આવી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -