વિજય માલ્યાને લાગ્યો મોટો ઝાટકો, બ્રિટેને પ્રત્યાર્પણની વિનંતી સ્વીકારી, જાણો હવે શું થશે
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તે વોરન્ટ જારી કરવાનો મુદો ડિસ્ટ્રિક્ટ જજને વિચારવા માટે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટને મોકલી અપાયો છે.’ યુકે હોમ ડિપાર્ટમેન્ટે ૨૧ જાન્યુઆરીએ કહ્યું હતું કે માલ્યાનાપ્રત્યાર્પણની ભારતની વિનંતિ દેશના સેક્રેટરીએ પ્રમાણિત કરી દીધી છે. અગાઉ પોતાની વિનંતિ રજૂ કરતાં ભારતે જણાવ્યું હતું કે માલ્યા સામે એક 'કાયદેસર'નો કેસ બને છે અને જો પ્રત્યાર્પણની વિનંતિ સ્વીકારાય તો તે અમારી ચિંતાઓ તરફ બ્રિટનની સંવેદનશીલતા દર્શાવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજો કોર્ટ વોરન્ટ જારી કરે તો આ વિજય માલ્યા વિરૂદ્ધ ઝાટકો હશે અને તેની પ્રત્યર્પણની પ્રક્રિયા શરૂ થઈ જશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગોપાલ બાગલેએ જણાવ્યું હતું કે 'ફેબ્રુઆરી ૨૦૧૭માં બ્રિટન સરકારના ગૃહ વિભાગે જણાવ્યું હતું કે માલ્યાના પ્રત્યાર્પણ માટેની ભારતની વિનંતિને ધ્યાનમાં લીધી છે. યુકે હોમ ઓફિસે માલ્યા સામે ઔપચારિક વોરન્ટ મેળવવા માટે પ્રત્યાર્પણની અરજી જિલ્લા કોર્ટને મોકલી આપી છે.'
નવીદિલ્હીઃ ભારતીય બેન્કોને 9000 કરોડ રૂપિયાનો ચૂનો લગાડનાર અને ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા ફરતે ગાળિયો મજબૂત થઈ રહ્યો છે. બ્રિટનની સરકારે ભારતની પ્રત્યપર્ણની અરજીને મંજૂરી આપી દીધી છે અને બ્રિટેને દરખાસ્તને કોર્ટમાં મોકલી છે. હવે કોર્ટ સુનાવણી કરી નક્કી કરશે કે માલ્યા વિરૂદ્ધ પ્રત્યર્પણ વોરન્ટ જારી કરવું કે નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -