એમેઝોન, સ્નેપડીલને કારણે ફ્લિપકાર્ટને થઈ રહ્યું છે નુકસાન, eBay સાથે થઈ શકે છે મર્જ
નવી દિલ્હીઃ ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ ભારતમાં પ્રતિસ્પર્ધાનો સામનો કરવા માટે અમેરિકાની કંપની ઈબે અને ચીનની ટેનસેન્ટ સાથે 1.5 અબજ ડોલરના ફન્ડિંગ માટે વાતચીત કરી રહી છે. સમાચાર છે કે, ફ્લિપકાર્ડ ભારતીય યૂનિટ માટે ઈબે સાથે મર્જ કરી શકે છે. આ બન્ને વિશ્વની મોટી કંપનીઓમાં સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફન્ડિંગ રાઉન્ડમાં બન્ને કંપનીઓ તરફથી ફ્લિપકાર્ટમાં મોટું રોકાણ થઈ શકે છે. કહેવાય છે કે, જો આ ડીલ ફાઈનલ થઈ જાય તો તેનાથી ફ્લિપકાર્ટમાં રોકાણની સંભાવના વધી જશે. આ બન્ને ફ્લિપકાર્ટની મુખ્ય પ્રતિસ્પર્ધી કંપની એમેઝોન અને જેક માની અલીબાબા સાથે સ્પર્ધા કરી રહી છે.
જણાવીએ કે, ફ્લિપકાર્ટ ભારતીય ઓનલાઈન રિટેલ માર્કેટમાં પ્રથમ સ્થાન મેળવવા માગે છે. વિશ્વમાં ઈ-કોમર્સની ગતિ ભારતમાં સૌથી ઝડપી છે. મીડિયા અહેવાલ અનુસાર કંપની એક ત્રીજા રોકાણકાર પાસેથી ફંડ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. અહેવાલ અનુસાર, ઈબે સાથે વાતચીત અંતિમ તબક્કામાં છે. સંભાવના છે કે, ભારતીય બજારમાં ફ્લિપકાર્ટ ઈબેનું યૂનિટને ખરીદી શકે છે અથવા બન્નેમાં મર્જ થઈ શકે છે. જોકે, કંપનીએ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -