ગુગલ ફેસબુકને 25 વર્ષના ભેજાબાજે કઈ રીતે લગાવ્યો 642 કરોડનો ચૂનો? જાણીને ચકરાઈ જશે મગજ
જાહેરમાં બિઝનેસ કરતી કોઈ કંપનીને ફ્રોડ જેવી ઘટનાનો સામનો કરવો પડે ત્યારે ફેડરલ સિક્યુરિટીઝ કાયદાઓ અનુસાર તેની જાણ કંપનીઓએ તેના રોકાણકારોને કરવાની રહે છે. પરંતુ ફેસબુક અને ગૂગલના પબ્લિક રેકોર્ડસના રિવ્યૂ જણાવે છે કે કંપનીએ છેતરપિંડીની આટલી મોટી ઘટના વિશે કોઈ ખુલાસો કર્યો નથી. જો કે આ મામલે બંને કંપનીઓમાંથી કોઈએ પણ કોઈ ટીપ્પણી કરી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેન્કોને આ છેતરપિંડીની ખબર ન પડે તે માટે તેણે નકલી ઈન્વોઈસ(બિલ) બનાવડાવ્યા હતા. ફેડરલ પ્રોસીક્યુટર્સ દ્વારા ન્યૂયોર્કમાં ડિસેમ્બરમાં આ મામલે કેસ ફાઈલ થયો હતો. તેના ત્રણ મહિના પછી આ યુવાનની ધરપકડ કરી લેવામાં આવી હતી. જો કે આ યુવાન પોતાની સામેના આરોપોને નકાર્યા છે. તેના પર હાલ લિથુઆનિયામાં પ્રત્યાર્પણની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
ફેસબુકે આ અંગે કહ્યું છે કે, તેણે મોટાભાગના નાણાં રિકવર કરી લીધા છે અને આ કેસની તપાસ એન્ફોર્સમેન્ટ વિભાગ કરી રહ્યો છે. બીજી તરફ ગૂગલે તેના અધિકારીઓને એલર્ટ કરી દીધા છે. ઈવાલ્ડાસની તાજેતરમાં ધરપકડ કરી લેવામાં આવી છે અને છેતરપિંડી, મની લોન્ડરિંગ સહિતના આરોપમાં તે હાલ જેલમાં છે. તેણે ગૂગલ અને ફેસબુકના કર્મચારીઓને ઈ-મેઈલથી કહ્યું હતું કે વેન્ડર એશિયન હાર્ડવેરને જે નાણાં ચૂકવવાના છે તે લાટવિયા અને સાઈપ્સની ક્વોન્ટા નામની કંપનીના ખાતામાં જમા કરાવી દેશો.
લિથુઆનિયાના આ શખ્સે બન્ને કંપનીઓને પોતે એક તાઈવાનની ઈલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ્સ ઉત્પાદક કંપનીનો માલિક હોવાનું કહીને તેમના માટે એક સ્કીમ હોવાનું કહીને ૧૦-૧૦ કરોડ મોકલવાનું કહ્યું હતું. ઈવાલ્ડાસે આ જ રીતે અન્ય ત્રણ કંપનીઓને પણ કરોડોનો ચૂનો લગાવ્યો છે.
ફોર્ચ્યૂનના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ગૂગલ અને ફેસબુકને અંદાજે 100 મિલિયન ડોલર (અંદાજે 642 કરોડ રૂપિયા)નો ફિશિંગ અટેક (ફેક વેબસાઈટ અથવા ઈમેલ દ્વારા કરવામાં આવેલ છેતરપિંડી) થયો છે. આ વ્યક્તિએ ગૂગલ અને ફેસબુક બન્નેના કર્મચારીઓને મુરખ બનાવીને પોતાના વિદેશી બેંક ખાતામાં રૂપિયા જમા કરાવી લીધા.
વોશિંગ્ટનઃ કહેવાય છે કે, વિશ્વમાં સૌથી મોટા સર્ચ એન્જિન Google અને સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Facebookની પાસેવિશ્વના બેસ્ટ કર્મચારી કામ કરે છે, પરંતુ આ વખતે એક વ્યક્તિએ આ બન્ને કંપનીઓના કર્મચારીઓને પણ ખબર ન પડે તે રીતે કરોડોનો ચૂનો લગાવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -