✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફેસબુકથી કંટાળવા લાગ્યા છે લોકો, કંપનીના CEO ઝકરબર્ગે કર્યો મોટો ખુલાસો...

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Feb 2018 08:05 AM (IST)
1

કંપનીના સીઈઓ ઝકરબર્ગે કહ્યું કે, છેલ્લા કેટલાક સમયમાં યૂઝર્સ દ્વારા સાઈટ પર 50 મિલિયન એટલે કે, 5 કરોડ કલાક પ્રતિ દિવસ ઓછો ટાઈમ સ્પેન્ડ કર્યો. આવું થવા પાછળ ઝુકરબર્ગે સાઈટમાં કરવામાં આવેલા ફેરફારને જવાબદાર ગણાવ્યા.

2

કંપનીએ કન્ટેન્ટમાં પણ ફેરફાર કરવાની શરૂઆત કરી દીધી છે. ફેસબુકને ફેક ન્યૂઝ ફેલાવવા અંગે અને અન્ય હિંસક સામગ્રીના સંદર્ભમાં ઘણી આલોચનાઓનો સામનો કરવો પડ્યો હતો.

3

ઝુકરબર્ગે લખ્યું કે, ‘ગયા ક્વાર્ટરમાં અમે કેટલાક વાઈરલ વીડિયોઝ દેખાડવા માટે gફેરફાર કર્યા. આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યા જેથી યૂઝર્સ સાઈટ પર વધારે સમય વિતાવી શકે. કુલ મળીને અમે એવા ચેન્જિસ કર્યા જેના પરિણામ સ્વરૂપે યૂઝર્સ સાઈટ પર રોજ આશરે 50 મિલિયન કલાક ઓછો સમય વિતાવવા લાગ્યા. વધુ સારી કોમ્યુનિટી અને બિઝનેસ સાથે જોડાયા બાદ આવનારા સમયમાં અમે વધુ સારું પરફોર્મ કરીશું એવી આશા છે.’

4

નવી દિલ્હીઃ ફેસબુક અનુસાર કંપનીના નફામાં વિતેલા ક્વાર્ટરમાં 20 ટકાનો ઉછાળો આવ્યો છે. સાથે જ તેની જાહેરાતથી થનારી આવકમાં પણ વધારો થયો છે અને સોશિયલ મીડિયા સાઈટના એક્ટિવ યૂઝર્સમાં પણ વધારો થયો છે. ફેસબુકના નફાની જાહેરાતની વચ્ચે કંપનીએ એ પણ જણાવ્યું કે, ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે અમેરિકા અને કેનેડામાં તેના વપરાશમાં ઘટાડો નોંધાયો છે. સાથે જ વિશ્વભરમાં પણ લોકો દ્વારા ફેસબુક પર રહેતાસમયમાં ઘટાડો નોંધાયો છે.

  • હોમ
  • બિઝનેસ
  • ફેસબુકથી કંટાળવા લાગ્યા છે લોકો, કંપનીના CEO ઝકરબર્ગે કર્યો મોટો ખુલાસો...
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.