✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

Jio નહીં Facebook આપશે 300 રૂપિયામાં આખો મહિનો અનલિમિટેડ ડેટા, 4 રાજ્યોમાં શરૂ કરી એક્સપ્રેસ વાઈ-ફાઈ સેવા

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 May 2017 07:33 AM (IST)
1

કોઈપણ વ્યક્તિ એક્સપ્રેસ વાઈ-ફાઈ નેટવર્કનો ઉપયોગ એક્સપ્રેસ વાઈ-ફાઈ રિટેલનીસાથે રજિસ્ટર થયા બાદ ડેઈલી, વીકલી અથવા મંથલી ડેટા પેક ખરીદીને કરી શકસે. ડેટા પેક ખરીદ્યા બાદ યૂઝર્સને એક્સપ્રેસ વાઈ-ફાઈ હોટસ્પોટ સાથે કનેક્ટ થવું પડશે અને એક એકાઉન્ટ રજિસ્ટર બનાવવું પડશે. લોગિન કર્યા બાદ બ્રાઉઝિંગ શરૂ કરી શકાય છે અથવા ઇન્ટરનેટ પર કોઈપણ એપનો ઉપયોગ કરી શકાય છે.

2

ફેસબુક એશિયા પેસીફિકના કનેક્ટીવિટી સોલ્યૂશન હેડ મુનીશ શેઠે કહ્યું કે, અમારો ટાર્ગેટ આ પહેલ દ્વારા રૂપિયા કમાવવાનો નથી. અમારો ઉદ્દેશ સેવાથી વંચિત અને ઇન્ટરનેટ રહિત લોકો સુધી પહોંચવાનો છે. તેમણે કહ્યું કે, ગામમાં લોકો સુધી ઇન્ટરનેટ પહોંચાડવું જ પૂરતું નથી, ફેસબુક પોતાના પાર્ટનર્સની સાથે મળીને આ ચારેય રાજ્યોમાં એક જાગરૂકતા કાર્યક્રમ પણ ચલાવશે, જેથી લોકોને ઇન્ટરનેટના ફાયદા વિશે જાણકારી આપી શકાય. સ્થાનીક લોકોને ઓનલાઈન આવવા અને પોતાની આવક ક્ષમતા વધારવામાં ઇન્ટરનેટની ભૂમિકા વિશે જણાવવામાં આવશે.

3

તેના માટે ફેસબુકે 500 સ્થાનીક ઉદ્યમિઓની સાથે કરાર કર્યા છે, જે આ સર્વિસનું વેચાણ ભૌતિક અથવા ઓનલાઈન વાઉચર્સ દ્વારા કરશે. તેની કિંમત 10-20 રૂપિયા પ્રતિ દિવસ અથવા 200-300 રૂપિયા પ્રતિ મહીનો હશે. ફેસબુક એક્સપ્રેસ વાઈફાઈ અંતર્ગત 10 એમબીપીએસ સ્પીડ પર ઇન્ટરનેટ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમાં કોઈપણ ડેઈલી લિમિટ અથવા ઇન્ટરનેટના કોઈપણ ભાગ સુધી પહોંચવા પર પ્રતિબંધ નહીં હોય.

4

મુંબઈઃ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુકએ ગુરુવારે પોતાની એક્સપ્રેસ વાઈ ફાઈ ઇન્ટરનેટ સેવાને ભારતમાં શરૂ કરવાની જાહેરાત કરી છે. આ સર્વિસ ઉત્તરાખંડ, ગુજરાત, રાજસ્થાન અને મેઘાલયના 700 હોટસ્પોટ કેન્દ્ર પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ફેસબુકે તેના માટે ભારતી એરટેલ સાથે કરાર કર્યા છે.

  • હોમ
  • બિઝનેસ
  • Jio નહીં Facebook આપશે 300 રૂપિયામાં આખો મહિનો અનલિમિટેડ ડેટા, 4 રાજ્યોમાં શરૂ કરી એક્સપ્રેસ વાઈ-ફાઈ સેવા
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.