10 ટકા મોંઘો થશે રેલવે પ્રવાસ, ભાડા વધારવાની આ પાંચ રીત પર પ્રભુ કરી રહ્યા છે વિચાર
રેલવેને હાલ યાત્રી ભાડાંથી લગભગ ૪પ,૦૦૦ કરોડ રૂપિયાની આવક થાય છે. ૧૦ ટકા ભાડું વધારવામાં આવે તો વધુ ૪પ,૦૦ કરોડની વધારાની કમાણી થશે. આ પ્રસ્તાવમાં ભાડું પાંચ ટકા વધારવાની વાત છે. સેકન્ડ કલાસના યાત્રીઓ પર બોજો નાખવામાં ન આવે તેવી ભલામણ પણ તેમાં કરાઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફલેકસી ફેયર હટાવવાની પણ વિચારણા છે. જોકે, રેલવેને આનાથી વર્ષે લગભગ ૬૦૦ કરોડનો ફાયદો થઇ રહ્યો છે પરંતુ આના કારણે તેને લોકોની નારાજગી પણ સહન કરવી પડી છે. બોર્ડના સૂત્રોનું કહેવું છે કે ફલેકસી ફેયરને સંપૂર્ણ રીતે હટાવવામાં આવે કે પછી તેને ઘટાડવા આવે એટલે કે ૧૦ ટકા બેઠક પર ૧૦ ટકા ભાડું વધારવાને બદલે પાંચ ટકા વધારવામાં આવે. ફલેકસી ફેયર સમાપ્ત કરવામાં આવે તો તમામ પ્રકારની તમામ શ્રેણીમાં ૧૦ ટકા ભાડુ વધારવાની ભલામણ પણ છે.
અન્ય પ્રસ્તાવોમાં રાજધાની, શતાબ્દી તથા દુરન્તો ટ્રેનોમાં ફલેકસી ફેયરને સમાપ્ત કરવા કે ઘટાડવાનો પણ અનુરોધ કરાયો છે. રેલ્વે બોર્ડના એક ટોચના ઓફિસરના જણાવ્યા પ્રમાણે, બોર્ડ સમક્ષ ભાડાં વધારવાને લગતા પાંચ પ્રસ્તાવ આવ્યા છે. તેનો હેતુ રેલવેને ભાડાંથી થતી આવકમાં વધારો કરવાની છે. રેલવે માને છે કે ક્રમશ: ભાવ વધારવાથી વર્ષભરમાં ભાડાંમાં ૧પ ટકા જેટલો વધારો થઈ શકે છે.
આંકડાઓ જોઇએ તો રેલવેને થર્ડ કલાસ ઉપરાંત દરેક કલાસમાં ખોટ જાય છે એટલે કે એસી ચેરકારમાં તેના દરેક મુસાફર પર ખર્ચ એક રૂપિયો ૧૩ પૈસા આવે છે પરંતુ આવક એક રૂપિયો ચાર પૈસા થાય છે તો થર્ડ કલાસ એસીમાં આ ખર્ચ ૯૩ પૈસા થાય છે અને આવક ૧ રૂપિયો ૪ પૈસા થાય છે. તેથી થર્ડ એસી બાદ કરતા બાકી વર્ગમાં કમાણી કરવાની રીત શોધવાની પણ ચર્ચા છે.
નવી દિલ્હીઃ ટ્રેનમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓને મોટો ઝાટકો લાગી શકે છે. રેલવે પોતાની કમાણી વધારવા માટે પ્રવાસી ભાડામાં 10 ટકા સુધી વધારો કરી શકે છે. તેના માટે રેલવેની પાસે પાંચ પ્રકારની દરખાસ્ત આવી છે. જોકે, ભાડામાં વધારાને લઈને આખરી નિર્ણય રેલવેમંત્રી સુરેશ પ્રભુએ કરવાનો છે. રેલવેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, દર મહિને એક ટકા અથવા એક સાથે 10 ટકા ભાડું વધારવા જેવા 5 ભલામણો મળી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -