Appleએ બીજા ક્વાર્ટરમાં 71,000 કરોડનો નફો નોંધાવ્યો, iPhoneના વેચાણમાં ધરખમ ઘટાડો
ટિમ કૂકનું કહેવું છે કે, કંપનીને નવા આઇફોન 7 રેડ સ્પેશ્યલ એડિશનનો સાર રિસ્પોન્સ મળ્યો છે અને તેનાથી બિઝનેસ મોમેન્ટમ મજબૂત થયું છે. આ જ કારણ છે કે અમારી રેવન્યૂ 13 નબળા ક્વાર્ટરમાં સૌથી વધુ રહી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએપ્રિલના સમાપ્ત થતા ક્વાર્ટરમાં કંપનીએ 89 લાખ આઇપેડ વેચ્યા હતા, જે અગાઉના ક્વાર્ટરમાં 1.3 કરોડ વધુ હતા. તો એપ્રિલ 2016ના સમાપ્ત થતા ક્વાર્ટરમાં કંપનીના આઇપેડનું વેચાણ 1.02 કરોડ રૂપિયાથી વધું હતું.
કંપની તરફથી જાહેર સ્ટેટમેન્ટ અનુસાર, આઇફોનનું વેચાણ 1 એપ્રિલે સમાપ્ત થતા ક્વાર્ટરમાં 35 ટકા ઘટી 5.08 કરોડ યૂનિટ થયું છે. પ્રથમ ક્વાર્ટરમાં કંપનીએ 7.82 કરોડ આઇફોન વેચ્યા હતા. જો કે, ગત વર્ષના સમાન ગાળાની તુલનામાં આઇફોનનું વેચાણ 1 ટકા ઘટયું છે. એપ્રિલ 2016ના સમાપ્ત થતા ક્વાર્ટરમાં કંપનીએ 5.12 કરોડ આઇફોન વેચ્યા હતા. – આજ રીતે, આઇપેડનું વેચાણ ક્વાર્ટર બેઝિસ પર 32 ટકા અને વર્ષ દર વર્ષના આધારે 13 ટકા ઘટયું છે.
માર્ચ ક્વાર્ટરમાં એપલનો નફો 4.9 ટકા વધીને 11 અબજ ડોલરથી વધુ રહ્યો. તો કંપનીની રેવન્યૂ 4.6 ટકા વધીને 52.9 અબજ ડોલર (3.40 લાખ કરોડ રૂપિયા) થઇ ગઇ છે. કંપની તરફથી અર્નિંગના આંકડા જાહેર થયા બાદ તેનો શેર લગભગ 2 ટકા ઘટીને 144.76 ડોલર પર આવી ગયો. એપલના ચીફ એક્ઝીક્યૂટિવ ટિમ કૂકે સ્ટેટમેન્ટમાં કહ્યું કે, માર્ચ ક્વાર્ટરમાં રેવન્યૂ ગ્રોથ ડિસેમ્બર ક્વાર્ટરના મુકાબલે વધ્યો છે. તો આઇફોન 7 પ્લાની ડિમાંડ માર્કેટમાં વધી છે.
અગાઉ 16 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય લેવાયો હતો. એટલે કે માર્ચ 2019 સુધીમાં ડિવિડન્ડ અને બાયબેક પર એપલ 19.2 લાખ કરોડ ખર્ચશે. આટલી કેશનું એક કારણ પ્રોડક્ટ પર વધુ માર્જિન છે. એપલનું ગ્રોસ માર્જિન 38 ટકાની આસપાસ છે. આગામી ત્રિમાસિકગાળામાં માર્જિન 37.5થી 38.5 ટકા રહેવાનો અંદાજ છે.
5 વર્ષમાં રોકડમાં 133 ટકાનો વધારો થયો છે. ટેક્સ બચાવવા મોટા ભાગની કેશ કંપનીએ દેશ બહાર રાખી છે. સીએફઓ લૂકા માસેરાતીએ કહ્યું કે, 16.43 લાખ કરોડ રૂપિયામાંથી 15.29 લાખ કરોડ બીજા દેશોમાં છે. કંપની 3.2 લાખ કરોડ રૂપિયાના ડિવિડન્ડ આપશે અને શેર બાયબેક કરશે.
સાન ફ્રાનસિસ્કોઃ દુનિયાનીસૌથી મોટી રૂપિયા 50 લાખ કરોડની કંપની એપલ પાસે 256.3 અબજ ડોલર એટલે કે 16.43 લાખ કરોડ રૂપિયા કેશ છે. મંગળવારે માર્ચ સુધીના ત્રિમાસિકગાળામાં આવેલાં પરિણામો વખતે સીઈઓ ટીમ કૂકે જાહેરાત કરી હતી. ત્રિમાસિકગાળાની રોકડ 64,000 કરોડ રૂપિયા વધી છે. એક વર્ષ પહેલા કંપની પાસે 14.91 લાખ કરોડ અને 5 વર્ષ પહેલાં 7.05 લાખ કરોડ રૂપિયા રોકડ હતા. એપલને એક એપ્રિલે સમાપ્ત થતા ક્વાર્ટરમાં 11 અબજ ડોલર (લગભગ 71000 કરોડ રૂપિયા) નો પ્રોફિટ થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -