✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

બચત માટે 95% પરિવારની પ્રથમ પસંદ છે બેન્કોની થાપણ, શેર્સ-મ્યુ. ફંડ માટે હજી અવિશ્વાસનું માનસ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Apr 2017 07:44 AM (IST)
1

નવી દિલ્હીઃ બચત માટે દેશમાં 95 ટકાથી વધારે પરિવારોની પ્રથમ પસંદ બેન્કની થાપણો છે, જ્યારે 10 ટકાથી પણ ઓછા પરિવાર રોકામ માટે મ્યુ. ફંડ્સ અથવા શેરનો વિકલ્પ પસંદ કરે છે. સેબીના નવા સર્વેમાં આ વાતનો ખુલાસો થયો છે.

2

સર્વે અનુસાર ગ્રામીણ લોકો બેન્ક અકાઉન્ટ, 47 ટકા જીવન વીમા, 29 ટકા પોસ્ટ ઓફિસ ડિપોઝિટસ અને 11 ટકા કીમતી ધાતુઓમાં વધુપડતો વિશ્વાસ ધરાવે છે. સર્વે 2015માં શરૂ કરવામાં આવ્યો હતો અને ગયા વર્ષે પૂર્ણ કરવામાં આવ્યો હતો, જ્યારે તેનું પરિણામ આજે જાહેર કરાયું હતું.

3

સેબીએ જણાવ્યું હતું કે સર્વેમાં પહેલાં 2,04,694 રોકાણકારોને આવરી લેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી ભૌગોલિક પ્રદેશ, આવક, બચતો અને મૂડીરોકાણના ડેટા એખઠા કરવામાં આવ્યા હતા. બીજા પગલાં 50,453 રોકાણકારોનો સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ અંતિમ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. ડેટા 2015ના અંતે કુલ ઘરેલુ બચતોને જેતે સાધનોમાં રોકવામાં આવી હોવાને આધારે લેવામાં આવ્યો હતો. સર્વે સેબીના ભૂતપૂર્વ ચેરમેન યુ. કે. સિંહાના કાર્યકાળ દરમ્યાન કરવામાં આવ્યો હતો.

4

કુલ 3.37 કરોડ રોકાણકારોને આવરી લીધા હતા, જેમાંથી 70 ટકા (2.37 કરોડ) શહેરી વિસ્તારમાંથી હતા અને અન્ય એક કરોડ ગ્રામીણ રોકાણકારો હતા. સર્વેના 66 રોકાણકારોમાં (2.2 કરોડ રોકાણકારો) મ્યુચ્યુઅલ ફંડ સૌથી વધુ લોકપ્રિય રોકાણનું સાધન હતું, જ્યારે અંદાજે 1.9 કરોડ રોકાણકારો શેરોમાં રોકાણ કરતા હતા અને 77 લાખ રોકાણકારો બોન્ડ્સમાં રોકાણ કરતા હતા.

5

ડેરિવેટિવ્ઝ સાધનોમાં -30 લાખ રોકાણકારો ઈક્વિટી અને કરન્સી ડેરિવેટિવ્ઝ સાધનોમાં અને 21 લાખ રોકાણકારો કોમોડિટી ફ્યુચર્સમાં મૂડીરોકાણ કરતા હતા.

6

સર્વે દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કરવામાં આવ્યો હતો, જેમાં લોકોએ જીવન વીમાને મૂડીરોકાણનો બીજો વિકલ્પ ગણાવ્યો હતો. ત્યાર બાદ ટોચના પાંચ વિકલ્પોમાં કીમતી ધાતુઓ, પોસ્ટ ઓફિસની બચતો અને રિયલ એસ્ટેટનો સમાવેશ થાય છે. સર્વેમાં રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ છઠ્ઠા ક્રમાંકે (9.7 ટકા), ત્યાર બાદ શેરો (8.1 ટકા), પેન્શન યોજનાઓ, કંપની ડિપોઝિટ્સ, ડિબેન્ચર્સ, ડેરિવેટિવ્ઝ અને કોમોડિટી ફ્યુચર્સ (1 ટકા)નો રોકાણ તરીકે વિકલ્પ શહેરી વિસ્તારના રોકાણકારો અપનાવે છે. જ્યારે ગ્રામીણ રોકાણકારો-સર્વેના ઉત્તરદાતાઓમાંથી એક ટકા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ્સ બાબતે જાગરૂકતા ધરાવતા નથી અને શેરો પરત્વે માત્ર 1.4 ટકા લોકો માહિતી ધરાવે છે.

  • હોમ
  • બિઝનેસ
  • બચત માટે 95% પરિવારની પ્રથમ પસંદ છે બેન્કોની થાપણ, શેર્સ-મ્યુ. ફંડ માટે હજી અવિશ્વાસનું માનસ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.